બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / auto news Car Mileage Tips dont do this mistakes

કામની વાત / કારની માઈલેજ વધારવી છે, તો આજથી જ અપનાવો આ ટિપ્સ, 4 ભૂલો તો ક્યારેય ન કરતા!

Arohi

Last Updated: 11:25 AM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Car Mileage Tips: મોટાભાગના લોકો પોતાની કારની સારી માઈલેજને લઈને પરેશાન રહે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘણી વખત આપણી અમુક નાની નાની ભૂલોના કારણે પણ ગાડીની માઈલેજ ઓછી થઈ જાય છે.

  • આ રીતે વધારો કારની માઈલેજ 
  • આજથી જ અપનાવો આ ટિપ્સ
  • માઈલેજ ઉપરાંત બીજા પણ થશે ફાયદા 

પોતાની સુવિધા માટે લોકો કાર ખરીદે છે. જેથી તે દરેક જગ્યા પર પોતાની કારમાં આરામથી પહોંચી જાય અને તેમને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ન જવું પડે. તેના ઘણા બીજા ફાયદા હોય છે. પરંતુ મોટાભાગના લોકો પોતાની કારની સારી માઈલેજને લઈને પરેશાન રહે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘણી વખત આપણી અમુક નાની નાની ભૂલોના કારણે પણ ગાડીની માઈલેજ ઓછી થઈ જાય છે. 

આ વાતોનું રાખો ધ્યાન 
સ્પીડ 

જો તમે ઈચ્છો તો તમારી ગાડીની માઈલેજ સારી થઈ શકે છે. તેના માટે તમારે સ્પીડનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો વધારે સ્પીડ જોઈએ છે તો વધારે ફ્યૂલ ખર્ચ કરવું પડશે. માટે નક્કી લિમિટના હિસાબથી કાર ચલાવો અને એક સ્પીડ મેઈન્ટેઈન કરીને ચલાવવાથી માઈલેજ સારી થઈ શકે છે. 

ગિયર 
ઘણા લોકોની આદત હોય છે કે તે સ્પીડના હિસાબથી ગિયર નથી બદલતા. તેનાથી ફ્યૂલ વધારે ખર્ચ થાય છે અને માઈલેજ ઓછી થઈ જાય છે. માટે જેટલી સ્પીડ હોય તેના હિસાબથી ગિયર બદલો જેનાથી માઈલેજ વધવામાં મદદ મળે. 

બ્રેક 
ગાડીની યોગ્ય માઈલેજ ઈચ્છો છો તો બ્રેક ઓછી મારો. ઘણી વખત લોકો વારંવાર બ્રેક કરે છે. જેની અસર માઈલેજ પર પડે છે. માટે સામેની ગાડીથી એક નિશ્ચિત દૂરી રાખો. જેથી વારંવાર બ્રેક ન મારવી પડે અને માઈલેજ સારી રાખવામાં મદદ મળે. 

વધુ વાંચો: Bike Tricks: બાઇક માઇલેજ નથી આપતી? તો આજથી જ અપનાવજો આ ટ્રિક્સ, પછી જુઓ...

ક્રૂઝ કંટ્રોલ 
તમે ખુલા રસ્તા કે હાઈવે પર ગાડી ચલાવો છો તો તમે ક્રૂઝ કંટ્રોલ ફિચરનો ઉપયોગ કરી શકો છો. તેનાથી કાર એક નક્કી કરેલી સ્પીડ પર ચાલતી રહે છે. જેનાથી સ્પીડમાં વેરિએશન ઓછુ થાય છે અને ગાડી ઓછા ફ્યૂલમાં વધારે ચાલી શકે છે એટલે કે કારની માઈલેજ પણ સારી બની રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ