બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Aurangzeb demolished the temple, ASI big revelation in response to RTI on Shri Krishna Janmabhoomi

પુરાવો / ઔરંગઝેબે જ મંદિર તોડ્યું હતું, શ્રી કૃષ્ણની જન્મભૂમિને લઇને RTIના જવાબમાં ASIનો મોટો ખુલાસો

Megha

Last Updated: 08:19 AM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદમાં ASIએ કહ્યું છે કે મુઘલ શાસક ઔરંગઝેબે મસ્જિદ બનાવવા માટે સંકુલમાં એક હિન્દુ મંદિર તોડી પાડ્યું હતું.

  • મથુરામાં કૃષ્ણના જન્મસ્થળને લઈને મહત્વની માહિતી સામે આવી. 
  • ઔરંગઝેબે મસ્જિદ બનાવવા માટે સંકુલમાં મંદિર તોડી પાડ્યું હતું. 
  • કેશવદેવ મંદિરને મુઘલ શાસક દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.

મથુરામાં કૃષ્ણના જન્મસ્થળને લઈને મહત્વની માહિતી સામે આવી છે. RTIના અધિકારના જવાબમાં, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ કહ્યું છે કે મુગલ શાસક ઔરંગઝેબે મસ્જિદ બનાવવા માટે સંકુલમાં એક હિન્દુ મંદિર તોડી પાડ્યું હતું. 

જોકે, RTI જવાબમાં 'કૃષ્ણ જન્મભૂમિ'નો ખાસ ઉલ્લેખ નથી, પરંતુ કેશવદેવ મંદિરનો ઉલ્લેખ છે. કહેવામાં આવી રહ્યું છે કે શાહી ઈદગાહને હટાવવા માટે ચાલી રહેલી કાયદાકીય લડાઈમાં RTIનો જવાબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Aurangzeb is revealed to have demolished a temple and built a mosque in Mathura

ઉત્તર પ્રદેશના મૈનપુરીના અજય પ્રતાપ સિંહે કેશવદેવ મંદિરને તોડી પાડવા અંગે માહિતી માંગતી RTI દાખલ કરી હતી. તે કૃષ્ણ જન્મભૂમિ સંકુલમાં હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ASI આગ્રા સર્કલના અધિકારી દ્વારા RTIનો જવાબ આપવામાં આવ્યો હતો. તે વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે વિવાદિત સ્થળ પર સ્થિત કેશવદેવ મંદિરને મુઘલ શાસક દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.

એક અહેવાલ અનુસાર, મસ્જિદ વિરુદ્ધ અરજી કરનારાઓમાંના એક એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ સિંહનું કહેવું છે કે તેઓ ઇલાહાબાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સમક્ષ મહત્વપૂર્ણ પુરાવા રજૂ કરશે. તેમણે કહ્યું, 'ઐતિહાસિક પુરાવાના આધારે અમે અમારી અરજીમાં જણાવ્યું છે કે ઔરંગઝેબે 1670માં મથુરામાં કેશવદેવ મંદિરને તોડી પાડવાનો આદેશ જારી કર્યો હતો.'

વધુ વાંચો: જ્ઞાનવાપી: મસ્જિદ સમિતિની અરજી પર આજે ઇલાહાબાદ હાઇકોર્ટમાં સુનાવણી, હિન્દુઓને મળ્યો છે પૂજાનો અધિકાર

આગળ એમને કહ્યું એક 'આ પછી ત્યાં શાહી ઇદગાહ મસ્જિદ બનાવવામાં આવી હતી. હવે ASIએ RTIના જવાબમાં માહિતી આપી છે. અમે 22 ફેબ્રુઆરીએ આગામી સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં ASIનો જવાબ પણ રજૂ કરીશું. તેમણે કહ્યું કે આનાથી શાહી ઇદગાહ મસ્જિદના સર્વેની અમારી માંગને મજબૂતી મળશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ