બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Attempted fixing in IPL: RCB star lured, BCCI in action

BIG NEWS / IPLમાં ફિક્સિંગના પ્રયાસ: RCBના આ સ્ટાર ખેલાડીને આપવામાં આવી લાલચ, BCCI એક્શનમાં

Priyakant

Last Updated: 11:47 AM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ડ્રાઈવરે IPL સટ્ટાબાજીમાં પૈસા ગુમાવ્યા બાદ સિરાજનો સંપર્ક કરી તેણે લાલચ આપી હતી કે, જો તે તેને ટીમની અંદરની બાબતો જણાવશે તો તે આ ખેલાડીને મોટી રકમ આપી શકે છે

  • ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ફરી એકવાર ફિક્સિંગ ? 
  • એક ડ્રાઈવરે IPL સટ્ટાબાજીમાં પૈસા ગુમાવ્યા બાદ સિરાજનો સંપર્ક કર્યો
  • ડ્રાઈવરે સિરાજને લાલચ આપતા તેણે BCCIનો સંપર્ક કર્યો 
  • BCCI એક્શનમાં આવ્યું અને ઝડપી તપાસ કરતા ડ્રાઈવરની ધરપકડ કરી 

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLમાં ફરી એકવાર ફિક્સિંગનો મામલો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, આ વખતે આ મામલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સાથે સંબંધિત છે. વિગતો મુજબ એક ડ્રાઈવરે IPL સટ્ટાબાજીમાં પૈસા ગુમાવ્યા બાદ સિરાજનો સંપર્ક કર્યો હતો. PTIના જણાવ્યા અનુસાર આ ડ્રાઈવરે સિરાજને લાલચ આપી હતી કે, જો તે તેને ટીમની અંદરની બાબતો જણાવશે તો તે આ ખેલાડીને મોટી રકમ આપી શકે છે. પરંતુ સિરાજે સમગ્ર મામલાની જાણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ભ્રષ્ટાચાર વિરોધી એકમ (ACU)ને કરી છે.

સિરાજે જાણ કરતાં જ BCCI એક્શન મોડમાં
આ માહિતી પછી BCCIનું આ યુનિટ એક્શનમાં આવ્યું અને ઝડપી તપાસ કરતા ડ્રાઈવરની ધરપકડ કરી હતી. BCCIના એક અધિકારીએ PTIને જણાવ્યું છે કે, સિરાજનો સંપર્ક કરનાર વ્યક્તિ બુકી નથી, પરંતુ હૈદરાબાદનો ડ્રાઈવર છે. BCCIના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, 'સિરાજનો સંપર્ક કરનાર કોઈ બુકી નહોતો. તે હૈદરાબાદનો ડ્રાઈવર છે, જે મેચ પર સટ્ટો લગાવે છે. તેણે સટ્ટાબાજીમાં ઘણા પૈસા ગુમાવ્યા, જેના કારણે તેણે ટીમની અંદરની માહિતી માટે સિરાજનો સંપર્ક કર્યો. સિરાજે તરત જ આ અંગે જાણ કરી.

ડ્રાઇવરની ધરપકડ  કરાઇ 
અધિકારીના જણાવ્યા અનુસાર ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે, 'સિરાજે માહિતી આપ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને કાયદા અમલીકરણ અધિકારીઓએ વ્યક્તિની ધરપકડ કરી છે. હવે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. બાકીની માહિતીની રાહ જોવાઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ