બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અમદાવાદ / Attacks on complainants and witnesses in Ahmedabad police station

ક્યાં છે પોલીસ? / '..તું મીનાની ફરિયાદમાં કેમ સાક્ષી થયો', ફરિયાદી-સાક્ષીઓ પર માથાભારે તત્ત્વોના હુમલા, ગોમતીપુર અને અમરાઈવાડીમાં ચોંકાવનારા બનાવ

Kishor

Last Updated: 11:01 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરનાર ફરિયાદી અને સાક્ષીઓ પર હુમલાના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે શહેરના ગોમતીપુરમાં પોલીસ ફરિયાદ કરનાર ફરિયાદી પર ચાર શખ્સોએ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે.

  • ગોમતીપુર અને અમરાઈવાડીમાં ચોંકાવનારા બનાવ
  • પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરનાર ફરિયાદી અને સાક્ષીઓ પર માથાભારે તત્ત્વોના હુમલા
  • ફરિયાદ પરત ખેંચવા તેમજ સાક્ષીમાંથી હટી જવાનું આરોપીઓનું દબાણ

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલા દેવશેરીમાં રહેતા વિશાલ બ્રહ્મભટ્ટે ગોમતી પોલીસ સ્ટેશનમાં જયરાજ ઉર્ફે પિંકુ જાડેજા, કેતન ઉર્ફે નાનિયો મહેતા, ગુલિયો મહેતા અને ભોલિયા વિરુદ્ધ મારામારીની ફરિયાદ કરી છે. ગઇ કાલે વિશાલ નોકરી પતાવીને ઘરે આવ્યો હતો ત્યારે તેની શેરીમાં રહેતો જયરાજ ઉર્ફે જાડેજા તેની પાસે આવીને કહેવા લાગ્યો હતો કે મારી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કેમ કરી છે. વિશાલ કઇ બોલે તે પહેલાં જયરાજ જાડેજા તેને ગાળો બોલવા લાગ્યો હતો. જયરાજનો અવાજ સાંભણીને કેતન, ગુલિયો તેમજ ભોલિયો પણ આવી ગયા હતા અને વિશાલને માર મારવા લાગ્યા હતા.

Stone throwing in Gomtipur, Ahmedabad


જાનથી મારી નાખવાની ધમકી

મહત્વનું છે કે ચારેય યુવકો દેવશેરીમાં રહે છે અને તેમણે વિશાલને ધમકી આપી હતીકે કેસ પાછો ખેંચી લેજે નહીં તો જાનથી મારી નાખીશું. વિશાલે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા જેના કારણે ચારેય શખ્સો નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત વિશાલને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યારે ગોમતીપુર પોલીસે ચાર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આ પ્રકારની ઘટના અમરાઇવાડી વિસ્તારમાં બની છે. જેમાં રમેશ દુલેરા નામની વ્યકિતએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં તુષાર રાણા તેમજ તિલક રાણા વિરુદ્ધ ફરિયાદ કરી છે. રમેશ દુલેરા ગઇ કાલે બહાર ગયા હતા ત્યારે તેમના ૧૫ વર્ષના પુત્ર ભૌમિક પર તુષાર રાણા અને તિલક રાણાએ હુમલો કર્યો હતો. ભૌમિક તેના મિત્ર સાથે મેલડી માતાનાં મંદિરે દર્શન કરવા માટે ગયો ત્યાં તેની સ્કૂલમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની મીના (નામ બદલ્યું છે) પણ આવી હતી. તુષાર અને તિલક પણ દર્શન કરવા માટે આવ્યા હતા ત્યારે મીના સાથે તેમનો ઝઘડો થયો હતો. બંને જણા મીનાને માર મારતા હતા ત્યારે તેની માતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ છેડતીની ફરિયાદ કરી હતી. 


 બે શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ
ફરિયાદમાં ભૌમિક સાક્ષી હોવાના કારણે તિલક અને તુષારે હુમલો કર્યો છે. ગઇ કાલે બંને ભૌમિક પાસે આવીને ગાળો બોલીને કહેવા લાગ્યા હતા તું મીનાની ફરિયાદમાં કેમ સાક્ષી થયો છે. તું સાક્ષીમાંથી નીકળી જા. ભૌમિકે ગાળો બોલવાની ના પાડતાં બન્નેએ લોખંડની પાઇપ લઇને માર મારવાનો શરૂ કરી દીધો હતો.ભૌમિકને લોખંડની પાઇપ વાગતાં તેને હાથમાં ફ્રેકચર થયું છે. અમરાઇવાડી પોલીસે આ મામલે બે શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ