બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Atiq Ahmed son Asad called builder Mohammad Muslim and talked about umeshpal , audio clip viral

નવો વળાંક / 'તરબૂચ જોઈને તરબૂચ'... ઉમેશ પાલ હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસો, અતીકના છોકરા અસદની ઓડિયો ટેપ આવી

Vaidehi

Last Updated: 06:12 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asad Audio tape : અતીકનાં મૃત્યુ બાદ ઉમેશપાલ મર્ડર કેસને લઈને નવો ખુલાસો. અતીકનાં દીકરા અસદની ઓડિયો ટેપ સામે આવી છે જેમાં તે બિલ્ડરને ધમકી આપી રહ્યો હોય છે.

  • અતીક-અશરફ હત્યા બાદ નવો ખુલાસો
  • અસદ અને બિલ્ડર વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ
  • ફોન પર આપી હતી ધમકી અને માંગ્યા હતાં કરોડો રૂપિયા

અતીક-અશરફ હત્યાકાંડ બાદ એકપછી એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યાં છે. હાલમાં એવી માહિતી મળી આવી છે કે અતીક જેલથી ફોન કરીને ધમકીઓ આપતો હતો અને પછી તેનો દીકરો અસદ ગ્રાઉંડ પર એ ધમકીઓ અનુસાર એક્શન લેતો હતો. 

અસદે બિલ્ડર મોહમ્મદ સાથે કરી ફોન પર વાતચીત
માહિતી અનુસાર આ વર્ષની શરૂઆતમાં જ અતીક અહમદે જેલથી જ એક બિલ્ડર મોહમ્મદ મુસ્લિમને ધમકી આપી હતી. આ ધમકી પૈસા આપવા માટે કરવામાં આવી હતી. ત્યારબાદ 9 જાન્યુઆરીનાં અતીકનાં પુત્ર અસદે મોહમ્મદ મુસ્લિમને ફોન કર્યો હતો. મુસ્લિમે ફોન ન ઉઠાવ્યો તેથી તેને ધમકીભર્યો મેસેજ મોકલ્યો. આ મેસેજથી બિલ્ડર ડરી ગયો અને પછી તેણે ફોન ઉઠાવ્યો. તેના પછી અસદ અને મોહમ્મદ મુસ્લિમની વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. 

ઓડિયોમાં શું થઈ વાતચીત?

અસદ- હેલો
બિલ્ડર- હમમ ફોન કર્યો હતો..
અસદ- ઉમરભાઈથી મળો જેલ જઈને, તે પાંચ તારીખનાં કોર્ટમાં આવી રહ્યાં છે
બિલ્ડર- યાર, અમને કચેરીમાં ન બોલાવો
અસદ- શું થયું કચેરીમાં
બિલ્ડર- જેલ-વેલ અમે નહીં જઈ શકીએ, કોઈ મેસેજ હોય તો જણાવો
અસદ- નહીં તે મળવા ઈચ્છે છે એવું હું કહી રહ્યો છું. 
બિલ્ડર- તો મળી લઈએ
અસદ- તો કોર્ટમાં નહીં આવી શકો તમે
બિલ્ડર- કોર્ટમાં ન બોલાવો અમને યાર, કારણકે અમે કચેરી-વચેરી ઘણું જતાં નથી
અસદ- તો પછી કઈ રીતે મુલાકાત થશે
બિલ્ડર- મુલાકાત હું અને તમે કરી લેશું જ્યાં તું કહીશ
અસદ- ના ના, ઉંમરભાઈથી મળવાનું છે તમારે
બિલ્ડર- ઉમરથી મળવું હોય તો ચલો જોઈએ, કારણકે હું કચેરી ઘણું ઓછું જાઉં છું
અસદ- હમમ
બિલ્ડર- કોઈ મેસેજ હોય તો કહેજો
અસદ- ચલો ઠીક છે, એક કહેવત છે ને કે 'खरबूजे को देखकर खरबूजा रंग बदलता है'

2 ઓડિયો ક્લિપ સામે આવી છે જેમાં અસદ મોહમ્મદ મુસ્લિમને ભાઈથી જેલમાં મળવા માટે કહે છે. આ વિષય પર બંને વચ્ચે ફોન પર દલીલ થાય છે. આ બાદ મોહમ્મદ મુસ્લિમ જ્યારે પૈસા નથી આપતો તો અસદ સીધો મોહમ્મદનાં ઘરે પહોંચી જાય છે. જ્યાંથી તેનો વધુ એક ઓડિયો સામે આવ્યો છે.

બિલ્ડરે આપેલા 80 લાખ રૂપિયાથી કરી ઉમેશપાલ હત્યાકાંડની પ્લાનિંગ
ખુલાસામાં સામે આવ્યું હતું કે સાબરમતી જેલથી અતીક મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હતો. કેટલાક દિવસો પહેલા જ અતીક અહમદે મોહમ્મદ મુસ્લિમ નામનાં બિલ્ડરને ધમકી આપી હતી  અને 5 કરોડ માંગ્યાં હતાં. જે બાદ બિલ્ડરે અતીકનાં દીકરા અસદને 80 લાખ આપ્યાં હતાં. કહેવામાં આવી રહ્યું છે કે 80 લાખનો ઉપયોગ ઉમેશપાલ હત્યાકાંડની પ્લાનિંગમાં કરવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ