બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Atiq Ahmad murder case: All three shooters had a dream to become overnight dons', 2000-page chargesheet filed against accused

ઉત્તર પ્રદેશ / અતિક અહમદ મર્ડર કેસ: ત્રણેય શૂટર્સનું હતું રાતોરાત ડોન બની જવાનું સપનું', આરોપી વિરુધ્ધ 2000 પાનાંની ચાર્જસીટ દાખલ

Vishal Khamar

Last Updated: 01:03 AM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. SITએ તપાસમાં ગોળીબારના પાડોશીઓ અને ગ્રામજનોના નિવેદન પણ નોંધ્યા છે. હાલ ત્રણેય આરોપીઓ 14મી જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં પ્રતાપગઢ જેલમાં બંધ છે.

  • માફિયા અતીક અહેમદ અને તેના ભાઈની હત્યાનાં આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ
  • પ્રયાગરાજ પોલીસની SIT દ્વારા CJM કોર્ટમાં દાખલ કરી ચાર્જશીટ
  • ત્રણેય આરોપીઓ 14મી જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં પ્રતાપગઢ જેલ

 માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાના આરોપીઓ વિરુદ્ધ ગુરુવારે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટ પ્રયાગરાજ પોલીસની SIT દ્વારા CJM કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જેમાં ઘટનાસ્થળેથી ધરપકડ કરાયેલા શૂટર્સ લવલેશ તિવારી, અરુણ મૌર્ય અને સન્ની સિંહનું નામ છે.  ત્યારે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલ 56 પાનાનું આરોપનામું રજૂ કરવામાં આવ્યું છે. આ સિવાય લગભગ 2000 પાના તો માત્ર ચાર્જશીટ  છે.  15 એપ્રિલે પ્રયાગરાજની કેલ્વિન હોસ્પિટલમાં પોલીસ કસ્ટડીમાં અતીક અને અશરફની હત્યા કરવામાં આવી હતી.
હત્યા માટે તુર્કી બનાવટની જીગાના અને ગીરસાનની બંદૂકનો ઉપયોગ થયો
અતીક અને અશરફ હત્યા કેસના શુક્રવારે 90 દિવસ પૂરા થવા જઈ રહ્યા હતા.  તે પહેલા જ SITએ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. હાલ ત્રણેય શૂટરો પ્રતાપગઢની જિલ્લા જેલમાં બંધ છે. હત્યા દરમિયાન જ તમામ શૂટરો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. આરોપીઓએ હત્યા માટે તુર્કી બનાવટની જીગાના અને ગીરસાનની બંદૂકનો ઉપયોગ કર્યો હતો.
પ્રયાગરાજ પોલીસ કમિશ્નર રમિત શર્માએ 3 સભ્યોની SITની રચના કરી
આ હત્યાકાંડ પછી પ્રયાગરાજ પોલીસ કમિશ્નર રમિત શર્માએ 3 સભ્યોની SITની રચના કરી હતી. ADCP ક્રાઈમનાં સતીશ ચંદ્રાની અધ્યક્ષતામાં રચાયેલી ટીમમાં ACP સત્યેન્દ્ર પ્રસાદ તિવારી અને ઈન્સ્પેક્ટર ઓમપ્રકાશનો સમાવેશ થાય છે.  SITની પૂછપરછમાં ત્રણેય શૂટરોએ નામ કમાવવા અને રાતોરાત ડોન બનવા માટે હત્યા કરી હોવાનું સ્વીકાર્યું હતું.  તેમજ ચાર્જશીટમાં પણ આ જ વાત કહેવામાં આવી છે.
14 જુલાઈના રોજ આરોપીઓને  CJM કોર્ટ હાજર કરાશે
SIT એ તપાસમાં હત્યા કરનારાઓનાં પાડોશીઓ અને ગ્રામજનોના પણ નિવેદન નોંધ્યા છે.  આ સિવાય ઘટના સ્થળે હાજર પોલીસકર્મીઓ, મીડિયાકર્મીઓ અને આરોગ્ય કર્મચારીઓના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે.  હાલ ત્રણેય આરોપીઓ 14મી જુલાઈ સુધી જ્યુડિશીયલ કસ્ટડીમાં પ્રતાપગઢ જેલમાં બંધ છે.  ત્યારે 14 જુલાઈના રોજ આરોપીને ફરીથી CJM કોર્ટમાં હાજર કરવામાં આવશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વીડિયો કોન્ફરન્સિંગનાં માધ્યમથી કેસની સુનાવણી થઈ શકે છે. 
યુપી સરકારે હત્યાકાંડ પછી  પાંચ સભ્યોની ન્યાયિક સમિતિની રચના કરી
યુપી સરકારે હત્યાકાંડ પછી  પાંચ સભ્યોની ન્યાયિક સમિતિની રચના કરવામાં આવી હતી. જેનાં અધ્યક્ષ અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ ડીબી ભોસલે છે. જે આ સમગ્રે કેસની તપાસ કરી રહ્યા છે.  ત્યારે ન્યાયિક સમિતિમાં ઝારખંડ હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ વીરેન્દ્ર સિંહ, અલ્હાબાદ હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અરવિંદ કુમાર ત્રિપાઠી, ભૂતપૂર્વ ડીજીપી સુબેશ કુમાર સિંહ અને નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ બ્રિજેશ કુમાર સોનીનો સમાવેશ થાય છે.  ન્યાયિક તપાસ પંચે ઘટના સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા લોકોના નિવેદનો પણ નોંધ્યા છે.
ન્યાયિક સમિતિએ હજુ સુધી તપાસ રિપોર્ટ સોંપ્યો નથી
યુપી સરકારે હત્યાકાંડ પછી અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ ડીબી ભોસલેની અધ્યક્ષતામાં પાંચ સભ્યોના ન્યાયિક સમિતિની રચના કરી હતી.  ન્યાયિક સમિતિમાં ઝારખંડ હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ વીરેન્દ્ર સિંહ, અલ્હાબાદ હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અરવિંદ કુમાર ત્રિપાઠી, ભૂતપૂર્વ DGP સુબેશ કુમાર સિંહ અને નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ બ્રિજેશ કુમાર સોનીનો સમાવેશ થાય છે.  ન્યાયિક તપાસ પંચે ઘટના સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા લોકોના નિવેદનો પણ નોંધ્યા છે. ન્યાયિક સમિતિએ તેનો તપાસ રિપોર્ટ 2 મહિનામાં સરકારને સોંપવાનો હતો. પરંતુ તેણે સરકારને તપાસ રિપોર્ટ સોંપવા માટે થોડો વધુ સમય માંગ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ