બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / At the youngest age Mahatapasvi Vishuddhiji Mahasatiji performed Muktavali Tapa Sadhana

મુકતાવલી તપ / એવું મહાતપ જેને આજ દિવસ સુધી કોઈએ કર્યું નથી, 285 દિવસ જૈન સાધ્વીની કઠોરમાં કઠોર તપ સાધના, 29મીએ પારણા

Dinesh

Last Updated: 11:16 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈના વસઈ ક્ષેત્રમાં રહેતા પારૂલબેન અને દિલેશભાઈની પુત્રી દેવાંશીએ 19માં વર્ષે જ દીક્ષા લઈ તપ સાધના શરૂ કરી હતી, જેમણે છેલ્લા 11 મહિનાથી 285 ઉપવાસ સાથેની ઉગ્રતિઉગ્ર મુક્તાવલી તપ કર્યો છે

 

  • ગિરનારની ભૂમિ પર રચાયો એક અનોખો ઇતિહાસ
  • વિશુદ્ધિજી મહાસતીજીએ કર્યો મહા મુક્તાવલી તપ
  • 285 ઉપવાસ સાથેની ઉગ્રતિઉગ્ર મુક્તાવલી તપ કર્યો


સૌથી નાની વયે મહાતપસ્વી વિશુદ્ધિજી મહાસતીજીએ મુક્તાવલી તપ સાધના કરી અનોખો ઇતિહાસ રચ્યો છે. જૈન સંપ્રદાયના ધર્મ ગુરુ  મહારાજના સાનિધ્યમાં 18 મહિના પહેલા દીક્ષા અંગીકાર કરનાર કર્યો હતો. મહા તપસ્વી પૂજ્ય વિશુદ્ધિજી મહાસતીજી છેલ્લા 11 મહિનાથી 285 ઉપવાસ સાથેની ઉગ્રતિઉગ્ર મુક્તાવલી તપના પારણા આગામી 29 ઓગસ્ટે ગિરનાર પારસ ધામ ખાતે કરશે. આ એવું મહાતપ છે કે, જે આજ દિવસ સુધી કોઈએ કર્યું નથી. જૈન સમાજના 500 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ ઐતહાસિક તપ સાધના છે. મહાસતીજીના પારણાં કરાવવાના પ્રસંગે દેશ વિદેશના મહાનુભાવો, સંતો તેમજ સર્વે જ્ઞાતિ અને શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને સાધ્વીજીને પારણા કરાવશે.

19માં વર્ષે જ દીક્ષા લઈ તપ સાધના શરૂ કરી હતી
મુંબઈના વસઈ ક્ષેત્રમાં રહેતા પારૂલબેન અને દિલેશભાઈની પુત્રી દેવાંશીએ 19માં વર્ષે જ દીક્ષા લઈ તપ સાધના શરૂ કરી હતી. તે પહેલા દેવાંશીના કાકા રાષ્ટ્ર સંત નમ્ર મુનિ મહારાજ, દાદી એટલે કે શ્રી પ્રબોધિની મહાસતીજી, મોટી બહેન વિરાંશી એટલે કે પરમ વિભૂતીજી મહસતીજીના પગલે ઘર પરિવાર ત્યજીને ગુરુદેવના ચરણમાં રહી સાધક જીવન જીવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સાધ્વી બનવા તપ આરંભી દીધા હતા.

મુક્તાવાલી તપકઠિન તપ
મુક્તાવલી સાધના તપ એટલે ચડતા ક્રમમાં 16 ઉપવાસ કરવા અને પછી ઉતરતા ક્રમમાં એટલે કે એક દિવસ ઉપવાસ બીજા દિવસે પારણાં, ફરી બે દિવસ ઉપવાસને ત્રીજા દિવસે પારણાં, ફરી ત્રણ દિવસ તપ અને ચોથા દિવસ પારણાં આમ 16 દિવસ સુધી કર્યા બાદ ઉલ્ટા ક્રમમાં ઉપવાસ તપ કરવા આ દરમિયાન માત્ર મગનું પાણી પી પારણાં કરવા અને ઉકાળેલું પાણી પી ઉપવાસ કરવામાં આવે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ