બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / At the World Adivasi Day program, Agriculture Minister Raghavji Patel drank alcohol mistaking it for death.

ભૂલ સ્વીકારી / રાઘવજી પટેલે ગેરસમજમાં કરી ભૂલ! ચરણામૃત સમજીને પી ગયા દેશી દારૂ, ભૂલ કબૂલી પણ, જુઓ વીડિયો

Vishal Khamar

Last Updated: 04:21 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે વિશ્વ આદિવાસી દિવસની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કૃષિ મંત્રીએ નર્મદાનાં ડેડિયાપાડા ખાતે થનાર ઉજવણીમાં હાજર રહ્યા હતા. જ્યા તેઓ દેશી દારૂની ચરણામૃત સમજીને પી ગયા હતા. જે બાદ તેઓને તેમની ભૂલ સમજાતા તેઓએ ભૂલ સ્વીકારી પણ હતી.

  • રાઘવજી પટેલે ગેરસમજમાં કરી ભૂલ!
  • ચરણામૃત સમજીને પી ગયા દેશી દારૂ
  • દેશી દારૂ ધરતી માતાને અર્પણ કરવાની પરંપરા 

 દરેક સમાજની આગવી પરંપરા હોય છે પરંતુ સમાજ સિવાયના વ્યક્તિને તે પરંપરાની સુપેરે માહિતી હોય એવું જરૂરી નથી. રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ તેમાથી બાકાત નથી રહ્યા. નર્મદાના ડેડિયાપાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો અવસર હતો જેમાં કૃષિમંત્રી પણ ઉપસ્થિત હતા. આદિવાસી સમાજની પરંપરા પ્રમાણે ધરતીમાતાને દેશી દારૂનો અભિષેક કરવામાં આવ્યો. જો કે કૃષિમંત્રીને એમ લાગ્યું કે આ પ્રસાદીમાં અપાતું ચરણામૃત હશે અને તેઓ દેશી દારૂની પ્રસાદીને ચરણામૃત સમજીને જ પી ગયા. 

નિખાલસ ભાવે ભૂલ કબૂલી પણ ખરી
ત્યાર બાદ રાઘવજી પટેલને પોતાની ભૂલ ન માત્ર સમજાઈ પરંતુ નિખાલસ ભાવે ગરિમાને છાજે એ રીતે તેમણે તેની ભૂલને કબૂલી પણ ખરી. રાઘવજી પટેલે સાક્ષીભાવે કબૂલાત કરતા કહ્યું કે તેમને એવું લાગ્યું કે ચરણામૃતની પ્રસાદી આપવામાં આવી છે. ઘણી વખત એવું બનતું હોય છે કે નેતાઓ ભૂલ કરીને સમય રહેતા ભૂલને સ્વીકારતા પણ નથી. ત્યારે રાઘવજી પટેલે પોતાના પદની ગરિમાને છાજે એવું વર્તન કરીને સારુ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

અહીંનાં રિતરિવાજોથી હું અજાણ છું, એટલે મેં ચરણામૃત ચાખ્યું
આ બાબતે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, મને આ પરંપરાઓ વિશે જાઝુ જ્ઞાન નથી. અહીંની જે વિધિ હોય, રીત રિવાજ હોય એનાથી હું અજાણ છું. પહેલી વખત હુ અહીયા આવ્યો છું. અમારે ત્યાં ચરણામૃત રૂપે હાથમાં આપતા હોય છે. એટલે મેં ચરણામૃત ચાખ્યું. પરંતું તે વાસ્તવમાં ધરતીમાં અર્પણ કરવાનું હતું.  જે વાત મારા ખ્યાલ બહારની આ વાત હતી એટલે આવું થયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ