બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Astrology tips benefits of giving first roti to cow and last to dog

ધર્મ / હંમેશા પહેલી રોટલી ગાયને અને છેલ્લી આપો શ્વાનને, આર્થિક સંકટ સાથે જોડાયેલું છે તેનું કનેક્શન, થશે ઘણા લાભ

Arohi

Last Updated: 07:39 AM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Astrology Tips: હિંદૂ ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે. પુરાતન કાળથી જ ગાય સેવાને પુણ્યનું કામ માનવામાં આવે છે. માન્યતા છે કે ગાયમાં ઘણા દેવી-દેવતાઓનો વાસ હોય છે. ગાયને પહેલી રોટલી આપવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

  • હિંદૂ ધર્મમાં ગાયને માનવામાં આવે છે માતા 
  • ગાય સેવાને માનવામાં આવે છે પુણ્યનું કામ 
  • પહેલી રોટલી હંમેશા આપો ગાયને 

હિંદૂ ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે. પ્રાચીન કાળથી જ ઋષિ-મુનીઓ અને રાજા-મહારાજામાં ગૌપાલનની પરંપરા રહી છે. હિંદૂ ધર્મમાં ગૌ-સેવાનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે. ગૌ સેવાને ખૂબ જ પુણ્યનું કામ માનવામાં આવે છે. 

હિંદૂ પરંપરાઓ અનુસાર ભોજન પહેલા ગાયના માટે ભોજન કાઢવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગ્રામીણ ક્ષેત્રોમાં આજે પણ મોટાભાગના ઘરોમાં પહેલી રોટલી ગાયને અને છેલ્લી કૂતરાને આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તેનું મહત્વ શું છે? 

ગાયને માનવામાં આવે છે દેવ તુલ્ય
હિંદૂ ધર્મમાં ગાયને દેવ તુલ્ય માનવામાં આવે છે. શાસ્ત્રોની માન્યતાઓ અનુસાર ગાયના શરીરમાં દરેક દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જ્યારે આપણે પહેલી રોટલી ગાયને ખવડાવીએ છીએ તો દરેક દેવી દેવતાઓને ભોગ લાગી જાય છે. માટે બધા દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જાણો આમ કરવાના ફાયદા વિશે. 

કુંડળી દોષથી રાહત 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ પણ કુંડળીમાં રાહુ કેતુ કે શનિ દોષ છે તો તેને દરરોજ રાત્રે છેલ્લી બનાવેલી રોટલી શ્વાનને ખવડાવવી જોઈએ. એવું કરવાથી કુંડળીમાં જે પણ દોષ છે તે દૂર થશે. 

આર્થિક સંકેટ થશે દૂર 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવી માન્યતા છે કે જો તમે ગરીબીની સમસ્યાથી પરેશાન છો તો ઘરમાં સવારે બનેલી પહેલી રોટલીના ચાર ટુકડા કરી લો. હવે તેનો પહેલો ટુકડો ગાયને, બીજો ટુકડો શ્વાનને, ત્રીજો ટુકડો કાગડાને અને ચોથો ટુકડો કોઈ ચાર રસ્તે મુકી દો. માન્યતા છે કે આમ કરવાથી ઘરની દરેક આર્થિક સમસ્યાઓથી છુટકારો મળી જાય છે. તેનાથી ગરીબી દૂર થાય છે અને ધનનો લાભ થાય છે. 

સુખ શાંતિનો વાસ 
હિંદૂ ધર્મની માન્યતાઓ અનુસાર જો તમારા ઘરમાં સુખ શાંતિ નથી, કલેશ છે તો એવી વ્યક્તિ દરરોજ સવારે બનાવેલી પહેલી રોટલી ગાય અને છેલ્લી શ્વાનને ખવડાવવી જોઈએ. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે. તેનાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ