બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Astrological rules of establishing Bal Gopal on Janmashtami

તમારા કામનું / આ વર્ષે જન્માષ્ટમી પર તમારે પણ ઘરે કરવી છે બાળ ગોપાલની સેવા? જાણી લો કયા નિયમોનું પાલન છે સૌથી વધુ જરૂરી

Kishor

Last Updated: 09:40 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બાળ ગોપાલની સેવાના પણ અમુક ખાસ નિયમો છે. જન્માષ્ટમી પર ઘરે બાળ ગોપાલના સ્વરૂપનું સ્થાપન કરવું હોય તો આ જાણવું જરૂરી છે.

  • 6 સપ્ટેમ્બરે જન્માષ્ટમીની ઉજવણી કરાશે
  • જાણો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બાળ ગોપાલની સેવાના નિયમો
  • બાળ ગોપાલની નવજાત શિશુની જેમ પાલન -પોષણ કરવાની પરંપરા

કાન્હાના જન્મોત્સવ અને હિન્દુ ધર્મના મહત્વના તહેવાર જન્માષ્ટમીને લઈને ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ચાલુ સાલ 6 સપ્ટેમ્બરે જન્માષ્ટમીની ઉજવણી કરાશે. આ દિવસે ભગવાનના બાળ રૂપની વિશેષ પૂજા કરવામાં આવે છે અને કૃષ્ણ જન્મોત્સવ પછી ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ રાત્રે 12 વાગ્યા સુધી ઉપવાસ અને પારણા કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બાળ ગોપાલની સેવાના પણ અમુક ખાસ નિયમો છે. તમે પણ જો જન્માષ્ટમી પર ઘરે બાળ ગોપાલના સ્વરૂપને સ્થાપિત કરવા માંગો છો. તો ખાસ નિયમો જાણી લેવા જોઈએ.

Astrological rules of establishing Bal Gopal on Janmashtami
મંદિરમાં બાલ ગોપાલનું સ્થાપન

બાળ ગોપાલની નવજાત શિશુની જેમ પાલન -પોષણ કરવાની પરંપરા છે. મંદિરમાં બાલ ગોપાલનું સ્થાપન કર્યા બાદ પરિવારના તમામ સદસ્યોએ એક બની જવું જોઈએ અને તેમનું પણ પરિવારના બાળકની જેમ ધ્યાન રાખવું જોઈએ.

સ્નાન બાદ દરરોજ બાળ ગોપાલને સાફ કપડાં પહેરાવવા
વધુમાં બાળ ગોપાલને નિયમિત સ્નાન કરાવવું જોઈએ. મોસમ અનુસાર રોજ ઠંડા-ગરમ પાણીથી ભગવાનને સ્નાન કરાવું જોઈએ. આ દરમિયાન શંખનો ઉપયોગ કરવો જોઈએ. તથા સ્નાન બાદ તેમને તુલસીના પાન અર્પણ કરવાનો પણ શાસ્ત્રમાં ઉલ્લેખ કરાયો છે.સ્નાન બાદ દરરોજ બાળ ગોપાલને સાફ કપડાં પહેરાવવા જોઈએ. ત્યારબાદ ચંદનનો ચાંદલો કરવાનો અને શૃંગાર કરવાનો પણ શાસ્ત્રમાં ઉલ્લેખ કરાયો છે.

લસણ, ડુંગળી વગરનું ભોજન રાંધવુ
ત્યારબાદ પરિવારના તમામ સભ્યોએ સવાર-સાંજ ભક્તિભાવથી બાળ ગોપાલની પૂજા કરવી જોઈએ. તેમની આરતી બાદ માખણ-મિશ્રી, બૂંદી અથવા મીઠી વસ્તુનો ભોગ ધરવો જોઈએ. બીજી બાજુ જો તમારા ઘરના બાળ ગોપાલનું સ્થાપન હોય તો લસણ, ડુંગળી વગરનું ભોજન રાંધવુ જોઈએ અને રસોડામાં બનાવેલી તમામ વસ્તુ અર્પણ કરવી જોઈએ અને કોઈ પણ નવી વસ્તુ બાળ ગોપાલને ધરવી જોઈએ.

બાળ ગોપાલની પરિવારના સભ્યની જેમ કાળજી લેવા ઉપરાંત ક્યારેક ફરવા લઈ જવા અને સમકડા આપવાનું પણ મહત્વ છે.એટલું જ નહીં રાત્રે બાળકની જેમ સૂઈ જાઇ ત્યારે લોરી ગાવાનું અને સવારે પ્રેમથી જગાડવાનું પણ મહત્વ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ