બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / asia cup 2023 yuzvendra chahal is best spinner in india no one better than him harbhajan singh

ક્રિકેટ જગત / 'તેનાથી બેસ્ટ સ્પિનર ભારતમાં કોઇ જ....', એશિયા કપમાં આ ખેલાડીને જગ્યા ન મળતા હરભજન સિંહ નારાજ

Arohi

Last Updated: 12:53 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2023: એશિયા કપ માટે ભારતીય ટીમના સ્ક્વોડની જાહેરાત થઈ ગઈ છે. સિલેક્ટર્સે ઘણા ચોંકાવનારા નિર્ણય લીધા છે. પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે પોતાની નારાજગી જાહેર કરી છે. તેમણે કહ્યું છે સેલેક્ટર્સને આ સ્પિનરને ટીમમાં જરૂર શામેલ કરવો જોઈએ.

  • એશિયા કપ માટે ટીમની જાહેરાત 
  • સિલેક્ટર્સે લીધા ચોંકાવનારા નિર્ણય 
  • હરભજન સિંહે કરી નારાજગી વ્યક્ત 

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. સિલેક્ટર્સે ઘણા ચોંકાવનારા નિર્ણય કર્યા છે. શિખર ધવન, યુજવેન્દ્ર ચહલ જેવા દિગ્ગજને આ ટૂર્નામેન્ટ માટે સ્ક્વોડમાં શામેલ નથી કરવામાં આવ્યા. ત્યાં જ દિગ્ગજ વિકેટકીપર-બેટર સંજૂ સેમસનને બેકઅપ ખેલાડીઓના રૂપમાં ટીમમાં જગ્યા આપી દીધી છે. યુજવેન્દ્ર ચહલને શામેલ ન કરવા પર ભારતના પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ પણ ભડકી ઉઠ્યા છે. તેમણે કહ્યું છે કે તેનાથી સારો સ્પિનર ભારતમાં કોઈ નથી. 

હરભજનને કહી આ વાત
હરભજન સિંહે પોતાના યુટ્યુબ ચેનલ પર વાત કરતા કહ્યું, "મને ટીમમાં એક કમી જોવા મળી રહી છે અને તે છે યુજવેન્દ્ર ચહલ. એક લેગ સ્પિનર જે બોલને ટર્ન કરી શકે છે. મને લાગે છે કે વ્હાઈટ બોલ ફોર્મેટમાં યુજવેન્દ્ર ચહલથી સારા ભારતમાં કોઈ પણ સ્પિનર નથી. તેમણે પાછલી થોડી મેચમાં સારૂ પ્રદર્શન નથી કર્યું પરંતુ તેનાથી તેને ખરાબ બોલર ન કહી શકાય."

હરભજને આગળ કહ્યું, "મને લાગે છે કે તેમણે ટીમમાં જરૂર હોવું જોઈએ. આશા છે કે તેમના માટે હજુ દરવાજા બંધ નથી થયા. તેમણે વર્લ્ડ કપ ટીમમાં શામેલ કરવું જરૂરી છે. કારણ કે બધી મેચ ભારતમાં જ થવાનું છે. તેનું ફોર્મ સારૂ નથી. માટે તમે તેને ટીમમાં જગ્યા નથી આપી. પરંતુ જો આ ટીમમાં હોત તો તે આત્મવિશ્વાસથી ભરેલા હોય છે. હજુ પણ ઘણા ખેલાડી ડ્રોપ થયા બાદ ટીમમાં આવે છે તો તેના પર ખૂબ પ્રેશર હોય છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ