બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ASIA CUP 2023 India-Pakistan match today: Conversation between the two teams during practice, Pakistani player said to Kohli

ASIA CUP 2023 / આજે ભારત-પાકિસ્તાન મેચ: પ્રેક્ટિસ દરમિયાન બંને ટીમ વચ્ચે થઈ વાતચીત, પાકિસ્તાની ખેલાડીએ કોહલીને કહ્યું- જ્યાં જઉં ત્યાં તમારું નામ સાંભળું છું

Megha

Last Updated: 09:56 AM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India vs Pakistan Asia Cup 2023: આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2023 ની બહુપ્રતીક્ષિત મેચ રમાવવા જઈ રહી છે. મેચના એક દિવસ પહેલા બંને ટીમો મેદાન પર સાથે પ્રેક્ટિસ કરી હતી, હાલ પીસીબીએ તેનો વીડિયો શેર કર્યો છે.

  • એશિયા કપ 2023માં આજે રમાશે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 
  • મેચના એક દિવસ પહેલા બંને ટીમો મેદાન પર સાથે પ્રેક્ટિસ કરી હતી 
  • પીસીબીએ ખેલાડીઓની આ મુલાકાતનો વીડિયો શેર કર્યો 

India vs Pakistan Asia Cup 2023: આજે ક્રિકેટના ચાહકો માટે ખૂબ ખાસ દિવસ છે કારણ કે આજના દિવસે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2023 ની બહુપ્રતીક્ષિત મેચ રમાવવા જઈ રહી છે.  હાલ દરેક ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતો મેદાન પર થવા કઈ રહેલી આ ટક્કર વિશે વાત કરી રહ્યા છે. એવામાં આ શાનદાર મેચના એક દિવસ પહેલા જ્યારે બંને ટીમો મેદાન પર સાથે પ્રેક્ટિસ કરી રહી હતી ત્યારે ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ એકબીજાને મળ્યા હતા હાલ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં કોહલીને રૌફ સાથે વાતચિત કરતા જોઈ શકાય છે, સાથે જ  બંને ક્રિકેટરો એકબીજાને ગળે લગાવે છે અને શુભેચ્છા પાઠવે છે.

પીસીબીએ ખેલાડીઓની મુલાકાતનો વીડિયો શેર કર્યો 
વાત એમ છે કે ગઇકાલે પ્રેક્ટિસ દરમિયાન વિરાટ કોહલી હરિસ રઉફને અને રોહિત શર્મા બાબર આઝમ અને ઇમામ ઉલ હકને  મળ્યા હતા. ચાહકો ઘણીવાર જાણવા માંગે છે કે જ્યારે આ કટ્ટર હરીફ ટીમોના ખેલાડીઓ લાંબા સમય પછી એકબીજાને મળે છે ત્યારે શું થાય છે. પીસીબીએ હવે ખેલાડીઓની મુલાકાતનો વીડિયો શેર કર્યો છે, જેમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે વિરાટ કોહલીએ હરિસ રઉફ અને રોહિત શર્માએ બાબર આઝમ સાથે શું વાતચીત કરી હતી.

મેચ પહેલા બંને દેશોના ચાહકો ભલે થોડા આક્રમક દેખાતા હોય પણ જ્યારે પણ ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ મેચ પહેલા મેદાન પર મળે છે ત્યારે તેઓ એકદમ શાનદાર દેખાય છે. બધા ખેલાડીઓ એકબીજા સાથે ખૂબ સારી રીતે વાત કરે છે અને ક્રિકેટ સિવાયની અન્ય બાબતો વિશે પણ ચર્ચા કરે છે.

મેચના એક દિવસ પહેલા બંને ટીમે પ્રેક્ટિસ કરી 
મેચના એક દિવસ પહેલા શુક્રવાર 1 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાનની ટીમોએ કેન્ડીના પલ્લેકેલે સ્ટેડિયમમાં એક જ સમયે પ્રેક્ટિસ કરી હતી. આ પ્રેક્ટિસ દરમિયાન બંને બાજુના ખેલાડીઓએ મેચ માટે તેમની તૈયારીઓ તપાસી અને તેમની ખામીઓ સુધારી. આ પ્રેક્ટિસ લાંબા સમય સુધી ચાલી હતી અને બંને બાજુના ખેલાડીઓનું ધ્યાન સંપૂર્ણ હતું, પરંતુ હળવા વરસાદને કારણે પ્રેક્ટિસ સેશન અધવચ્ચે જ રોકવું પડ્યું હતું.

કિંગ કોહલી પાકિસ્તાનના બોલર હરિસ રઉફને મળ્યો 
ટીમ ઈન્ડિયાના સ્ટાર અને પૂર્વ કેપ્ટન કોહલીએ પણ લાંબા સમય સુધી નેટ્સ પર બેટિંગ કરી પરંતુ તે પહેલા તે પાકિસ્તાનના તોફાની ફાસ્ટ બોલર હરિસ રઉફને મળ્યો. કોહલીએ પહેલા રૌફ સાથે હાથ મિલાવ્યો અને પછી બંને ખેલાડીઓ તરત જ ગળે લાગી ગયા. બંનેએ થોડીવાર વાતો પણ કરી. ગયા વર્ષના T20 વર્લ્ડ કપ બાદ કોહલી અને રઉફની આ પહેલી મુલાકાત હતી. 23 ઓક્ટોબરે મેલબોર્નમાં રમાયેલી તે મેચમાં કોહલીએ 19મી ઓવરમાં રઉફ પર સતત બે સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.

કોહલી બીજા ખેલાડીઓ સાથે પણ મસ્તીના મૂડમાં દેખાયો 
રઉફને મળ્યા બાદ કોહલીએ પાકિસ્તાનના અન્ય ખેલાડીઓ સાથે પણ વાત કરી હતી. વરસાદના કારણે પ્રેક્ટિસ બંધ થયા બાદ કોહલી લાંબા સમય સુધી પાકિસ્તાનના સ્પિન ઓલરાઉન્ડર શાદાબ ખાન સાથે ચર્ચામાં વ્યસ્ત જોવા મળ્યો હતો. બંને હસી રહ્યા હતા અને ખૂબ મજાક કરી રહ્યા હતા અને હળવા મૂડમાં દેખાતા હતા. રઉફ પણ ત્યાં હાજર હતો. થોડી જ વારમાં શાહીન શાહ આફ્રિદી પણ આવી ગયો અને કોહલીએ ત્રણેય સાથે વાત કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન કોહલીએ શાદાબનું બેટ પણ લીધું અને તેની સાથે શેડો બેટિંગ પણ કરી.

ભારત અને પાકિસ્તાનની ટીમો 
ટીમ ઈન્ડિયા:
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, સંજુ સેમસન

પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન: બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), ફખર ઝમાન, ઈમામ-ઉલ-હક, સલમાન આગા, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ.

નોંધનીય છે કે એશિયા કપ 50 ઓવરના ફોર્મેટમાં યોજાઈ રહ્યો છે, જે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમોની તૈયારી માટે મહત્વપૂર્ણ રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ