બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ashant dharo enforced in Borsad and Petlad of Anand district

મંજૂરી / ચૂંટણી પહેલા જ ગુજરાતનાં આ બે વિસ્તારમાં લાગુ થયો અશાંત ધારો, અતિસંવેદનશીલ શ્રેણીમાં થાય છે ગણના

Dhruv

Last Updated: 03:42 PM, 17 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ સંગઠનોની માંગના કારણે આણંદ જિલ્લાના બોરસદ-પેટલાદમાં અશાંત ધારો લાગુ કરાયો છે. જેના કારણે હવેથી મિલકતની તબદીલી પૂર્વ મંજૂરી સિવાય નહીં થાય.

  • આણંદ જિલ્લાના બોરસદ-પેટલાદમાં અશાંત ધારો લાગુ
  • અશાંત ધારો લાગુ કરવા હિન્દુ સંગઠનોની હતી માંગ
  • હવેથી મિલકતની તબદીલી પૂર્વ મંજૂરી સિવાય નહીં થાય

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના બે વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરી દેવાયો છે. રાજ્યમાં આણંદ જિલ્લાના બોરસદ અને પેટલાદમાં અશાંત ધારો લાગુ કરી દેવાયો છે. કારણ કે બોરસદ અને પેટલાદ આ બંને વિસ્તારોની ગણના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં થાય છે.

બોરસદ-પેટલાદમાં મિલકતની તબદીલી પૂર્વ મંજૂરી સિવાય નહીં થઇ શકે

તમને જણાવી દઇએ કે, હિન્દુ સંગઠનોએ બોરસદ અને પેટલાદમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી હતી. ત્યારે આ બંને વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની માંગણીને રાજ્યપાલે અંતિમ મહોર મારી દીધી છે. આથી, હવેથી બોરસદ અને પેટલાદમાં મિલકતની તબદીલી પૂર્વ મંજૂરી સિવાય નહીં થઇ શકે.

થોડાક મહિના અગાઉ પેટલાદમાં અશાંત ધારાની ઉઠી હતી માંગ

ઉલ્લેખનીય છે કે, થોડાક મહિના અગાઉ પણ આણંદ જિલ્લાના પેટલાદ શહેરના આંજણાવાડ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરી અહીં કાયમી પોલીસ ચોકી ઊભી કરવાની માંગણી કરવામાં આવી હતી. આ સંદર્ભે આંજણા સમાજના લોકો દ્વારા પેટલાદ ચીફ ઓફિસરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. પેટલાદ આંજણાવાડ વિસ્તારની કુલ વસ્તી 575ની છે, લગભગ દોઢ સો વર્ષથી આ વિસ્તારમાં આંજણા પટેલ અને ચૌધરી સમાજના પરિવારો રહે છે. આ આંજણાવાડ વિસ્તારમાં 1970-71થી કોમી હુલ્લડો થતા આવ્યા છે. ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિઓનો સામનો આવનારી પેઢીને ન કરવો પડે તે હેતુને ધ્યાને રાખતા થોડાક મહિના અગાઉ પેટલાદના આંજણાવાડ વિસ્તારમાં પણ અશાંત ધારો લાગુ કરવાની રજૂઆત કરાઇ હતી.

રૂપાણીની સરકાર વખતે પણ આણંદના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો કરાયો હતો લાગુ

આ સિવાય જે સમયે રૂપાણીની સરકાર હતી એ સમયે પણ આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે-તે સમયે પોતાની સરકાર વખતે આણંદના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાના નિર્ણયને મંજૂરી આપી હતી. આણંદમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ હેતુસર જે-તે સમયે રૂપાણી સરકારે આ નિર્ણય લીધો હતો.

એ સમયે આણંદ શહેરના નાની ખોડિયાર, ગાંગદેવ નગર, મોટી ખોડિયાર, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, રાધા સ્વામી સ્તસંગ, IRIS હોસ્પિટલ, લાંભવેલ રોડ, રેલવે સ્ટેશનની સામેનો વિસ્તાર, ગુજરાતી ચોક, પોસ્ટ ઓફિસ, આણંદ નગરપાલિકા, ગામડીવાડ, કિશોર પ્લાઝા, અમૂલ ડેરી રોડ, ચરોતર બેન્ક, લક્ષ્મી સિનેમા, મેફેર રોડ, જૂના રોજ પાસે નરીમાન કોમ્પલેક્સ તથા જૈન ઉપાશ્રય નજીકના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો હતો.

અશાંત ધારો એટલે શું?

જ્યારે તમારે મકાન કે કોઇ દુકાન વેચવી હોય તો તેની પર એક ચોક્કસ નિયંત્રણ લાગે છે. મિલકત વેચવા માટે કલેક્ટરને જાણ કરવી પડે. કલેક્ટરને મિલકત વેચવાનું કારણ જણાવવું પડે. મિલકત કોને વેચી રહ્યાં છો તેની વિગત પણ આપવી પડે. કલેક્ટર ખરીદનાર-વેચનારની સુનાવણી હાથ ધરે. કલેક્ટરને ઠીક લાગે તો જ સોદો થયેલો ગણાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ