બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / asaduddin owaisi asked masjid tumhare baap ki jayadad hai kya

નિવેદન / 'એક મસ્જિદ ખો દી.., અબ ઔર નહીં...', AIMIMના ચીફ ઔવેસીએ કર્યું ચોંકાવનારું ટ્વિટ, મામલો ગરમાઇ શકે

Priyakant

Last Updated: 11:49 AM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asaduddin Owaisi Latest News: અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, તમે તમારા ઘરનો સોદો કરી શકો છો પરંતુ મસ્જિદ અલ્લાહનું ઘર છે અને તેના પર કોઈ ડીલ થઈ શકે નહીં

Asaduddin Owaisi : હૈદરાબાદના સાંસદ અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીનું મોટું નિવેદન સામે આવ્યું છે. અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે કહ્યું કે, અમે એક મસ્જિદ ગુમાવી છે પરંતુ હવે અમે બીજી મસ્જિદ ગુમાવીશું નહીં. ઓવૈસીએ આગળ સવાલ પૂછ્યો કે, શું આ તમારા પિતાની સંપત્તિ છે? સોમવારે (26 ફેબ્રુઆરી, 2024) તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ Twitter (X) હેન્ડલ દ્વારા ટ્વિટ કરીને આ વાત કહી. 

શું કહ્યું AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ? 
ઓવૈસીએ ટ્વિટ કરીને કહ્યું કે, 1 મિનિટ 31 સેકન્ડના આ વીડિયોને શેર કરતી વખતે ઓવૈસીએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું - શું મસ્જિદ તમારા પિતાની સંપત્તિ છે? એક મસ્જિદ ગુમાવી દીધી છે, અમે વધુ મસ્જિદો નહિ ગુમાવીએ.

આ સાથે અન્ય એક ટ્વિટમાં અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, તમે તમારા ઘરનો સોદો કરી શકો છો પરંતુ મસ્જિદ અલ્લાહનું ઘર છે અને તેના પર કોઈ ડીલ થઈ શકે નહીં. અન્ય ટ્વિટમાં ઓવૈસીએ લખ્યું- તમે જે હાંસલ કર્યું છે તે હું ચેલેન્જ કરું છું, અમારું ઘર સળગ્યું ત્યારે તમે ઇકડિયારની ખુરશી પર બેઠા છો.

અસુદ્દીન ઓવૈસીએ આસામમાં મુસ્લિમ મેરેજ એક્ટ નાબૂદ કરવા પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે, આ ધર્મ વિરુદ્ધનું પગલું છે. આસામની ભાજપ સરકારે મુસ્લિમ મેરેજ એક્ટ નાબૂદ કરી દીધો છે. પહેલા લગ્નની નોંધણી 'કાઝી' અથવા મેરેજ રજિસ્ટ્રાર દ્વારા થતી હતી અને લોકો લગ્નનું પ્રમાણપત્ર મેળવતા હતા, હવે તેઓએ તેને દૂર કરી દીધું છે. ઓવૈસીએ પૂછ્યું કે, સ્પેશિયલ મેરેજ એક્ટમાં 'નિકાહ' માટે કોઈ જોગવાઈ નથી, જે મુસ્લિમોનો ધાર્મિક અધિકાર છે.

વધુ વાંચો: સરકારી આવાસ, યાત્રા ભથ્થું... જેવી અનેક સુવિધાઓ રાજ્યસભા સાંસદ બનવા પર મળે છે, જાણો અન્ય ફાયદા

UCCને લઈ શું કહ્યું ? 
અસદુદ્દીન ઓવૈસીએ સમાન નાગરિક સંહિતા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું કે ભાજપ અને RSS એવા લોકોને તૈયાર કરી રહ્યા છે જેઓ શરિયતને જાણતા નથી, તેઓ અમારી પાસેથી શરિયત છીનવી લેવા માંગે છે. આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા પર નિશાન સાધતા ઓવૈસીએ કહ્યું- તેઓ તેલંગાણા અને હૈદરાબાદની મુલાકાતે છે પરંતુ તેમણે પહેલા તેમના રાજ્યની સ્થિતિ સુધારવી જોઈએ. ઓવૈસીએ ટોણો માર્યો, જે લોકો UCC લાગુ કરવાની વાત કરે છે, તેઓને તેનું સંપૂર્ણ સ્વરૂપ પણ ખબર નથી. જો દરેક રાજ્ય પોતાનો કાયદો લાવી રહ્યું છે, તો પછી UCCની શું જરૂર છે?

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ