બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Arrival of kesar mangoes in Gondal market yard today

રાજકોટ / વાહ! આખરે કેરી આવી ગઇ: ગોંડલ યાર્ડમાં થયું કેસરનું આગમન, પ્રથમ હરાજીમાં જ 10 કિલો બોક્સનો બોલાયો આટલો ભાવ

Malay

Last Updated: 01:32 PM, 9 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરીના રસિયાઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે એ કેસર કેરીનું આગમન ગોંડલ માર્કેટયાર્ડ થઈ ગયું છે. આજે પ્રથમ દિવસે કેસર કેરીની હરાજીમાં 10 કિલો કેરીના બોક્સના ભાવ રૂપિયા 1700થી 2100 સુધીના બોલાયા હતા.

 

  • ઉનાળો આવતા જ ફળોના રાજાની થઈ એન્ટ્રી 
  • આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક
  • પહેલા જ દિવસે હરાજીમાં બોલાયો 1700થી 2100નો ભાવ

ફળોનો રાજા એટલે કેરી અને તેમાં પણ જો કેસર કેરી મળી જાય તો મજા જ પડી જાય. ઉનાળાની શરૂઆત થઈ છે. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. આ વર્ષે બજારમાં કેસર કેરીનું અઢારથી વીસ દિવસ વહેલું આગમન થતા કેરીના રસિયામાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.

Come summer and remember mangoes: King of fruits saffron entry in market yard, know what is the price of 10 kg

190 બોક્સની થઈ આવક
ગુજરાત સહિત દેશભરમાં તાલાલાની કેસર કેરી ખૂબ જ જાણીતી છે. ગુજરાતવાસીઓ કેરીની ‌સિઝનમાં પુષ્કળ પ્રમાણમાં કેસર કેરીનો સ્વાદ માણતા હોય છે. તાલાલા ગીરની કેસર, કચ્છની કેસર તેમજ વલસાડની આફૂસ કેરી ગુજરાત અને દેશ-વિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે. ત્યારે આજે ગોંડલ યાર્ડમાં ઉનાના જસાધાર અને બાબરીયાની કેરીની આવક થઈ છે. યાર્ડમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેરીના 190 બોક્સની આવક થઇ છે. 

હરાજીમાં બોલાયા 2100 સુધી ભાવ
આજે પ્રથમ દિવસે હરાજીમાં આ કેરીના 10 કિલોના બોક્સના 1700થી 2100 રૂપિયા ભાવ બોલાયા હતા. પહેલા જ દિવસે આટલો ભાવ બોલાતા ખેડૂતો ખુશીથી ઝૂમી ઉછ્યા હતા. સાથે જ કેરી પકવતાં ખેડૂતોને આગામી દિવસોમાં આનાથી પણ સારા ભાવ મળશે તેવી આશા જાગી હતી. 

કેસર કેરીની સીઝન લાંબી ચાલશે
આ અંગે ગોંડલ માર્કેટ યાર્ડના વેપારીએ જણાવ્યું છે કે, આ વર્ષે કેસર કેરીની સીઝન વહેલી શરૂ થવાની સાથે લાંબી ચાલે તેમ છે. આ વખતે માર્કેટમાં કેસર કેરીનું અઢારથી વીસ દિવસ વહેલા આગમન થયું છે. આજે જસાધાર, ઉના, બાબરીયા સહિતના વિસ્તાર માંથી કેસર કેરીના 190 બોક્સની આવક થવા પામી છે. 

જૂનાગઢ માર્કેટયાર્ડમાં આવ્યા હતા 40 બોક્સ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 4 માર્ચે જૂનાગઢ માર્કેટયાર્ડમાં પણ કેસર કેરીની આવક થઈ હતી. તાલાલા પંથકની કેસર કેરીના 40 બોક્સની આવક થઈ હતી. આ કેરીના 10 કિલોના 2000થી 3000 રૂપિયા ભાવ બોલાયા હતા. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ