બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Arrest Brijbhushan in 15 days farmers and pioneers gave an ultimatum to the government

ચીમકી / 15 દિવસમાં બૃજભૂષણની ધરપકડ કરો' નહીંતર... ખેડૂતો અને પહેલવાનોએ સરકારને આપ્યું અલ્ટીમેટમ

Kishor

Last Updated: 05:43 PM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બૃજભૂષણ શરણ સામે કાર્યવાહીની માંગ મામલે 'કુસ્તીબાજોના ટેકામાં ખેડૂત સંગઠનો અને ખાપ પંચાયતના આગેવાનો આવ્યા છે. જેમણે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે.

  • દિલ્હીમાં 'કુસ્તીબાજોના વિરોધનો મામલો 
  • બૃજભૂષણ શરણ સામે કાર્યવાહી કરો
  • કુસ્તીબાજોના ટેકામાં ખેડૂત સંગઠનો અને ખાપ પંચાયતના આગેવાનો આવ્યા

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બૃજભૂષણ શરણ સામે કાર્યવાહીની માંગ સાથે દિલ્હીમાં 'કુસ્તીબાજો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. એક બાજુ લાંબા સમયથી વિરોધ છતાં બૃજભૂષણ શરણ સામે પગલાં ન લેવાતા પહેલવાનોમાં આક્રોશનો જ્વાળા ભભૂકી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે હવે ખેડૂત સંગઠનો અને ખાપ પંચાયતના આગેવાનો કુસ્તીબાજોના ખુલ્લા ટેકામાં આવ્યા છે. પરિણામે કુસ્તોબાજોનો અવાજ અને માંગ બુલંદ બની છે. ખેડૂત સંગઠનના આગેવાનો અને ખાપના આગેવાનો જંતર મંતર મેદાન ખાતે પહોંચ્યા હતા. જ્યા મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંજાબના બીકેયુ સભ્યોએ લંગર પણ પીરસ્યું હતું.

15 દિવસમાં બૃજભૂષણની ધરપકડ કરો' 

જેને લઈને દિલ્હીના જંતર મંતર મેદાન ખાતે મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ હતી. બીજી તરફ દિલ્હી પોલીસ પણ આ મામલે એલર્ટ મોડમાં આવી ગઈ છે અને સોનેપત, દિલ્હી, હરિયાણા બોર્ડર પર એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સવારથી જ સિંધુ બોર્ડર પર ભારે પોલીસ દળોનો પહેરો લગાવી દેવામાં આવ્યો છે અને એસએસબી બટાલિયન પણ તૈનાત કરી દેવામાં આવે છે. આ દરમિયાન ખેડૂત સંગઠન અને કુસ્તીબાજુના સંગઠનના આગેવાનોએ એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં 15 દિવસમાં કાર્યવાહી કરવા સરકારને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

 ખેડૂતો અને પહેલવાનોએ સરકારને આપ્યું અલ્ટીમેટમ  

જેમાં રાકેશ ટીકેત અને વીનેશ ફોગાટ તથા સાક્ષી મલિક સહિતના આગેવાનો સ્ટેજ પર દેખાયા હતા. આ દરમિયાન સરકારને અલ્ટીમેટમ આપતા જણાવ્યું કે જો 21 મે સુધીમાં બૃજભૂષણ શરણની ધરપકડ કરવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધનાત્મક કાર્યક્રમો ઘડી કાઢવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ