બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / arjun tendulkar come back in deodhar trophy 2023

ક્રિકેટ / ખુલી ગયા 'જૂનિયર તેંડુલકર'ના ભાગ્ય, સિલેક્ટરોએ રાતોરાત 15 સભ્યોની ટીમમાં આપી દીધી શાનદાર તક

Bijal Vyas

Last Updated: 11:04 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઇપીએલમાં કુતરાને કરડવાથી બહાર થયેલા અર્જુન તેંડુલકરને એક વાર ફરી મોટો લહાવો મળ્યો છે, વાંચો સંપૂર્ણ વિગત

  • અર્જુન તેંડુલકરને દેવધર ટ્રાફી 2023 માટે દક્ષિણ ક્ષેત્રની 15 સભ્યોની ટીમમાં સામેલ
  • આઇપીએલ 2023ની 4 મેચમાં અર્જુનની 3 વિકેટ લીધી હતી
  • જુનિયર તેંડુલકરે 16 એપ્રિલ વાનખેડે સ્ટેડિયમમાં કેકઆર વિરુદ્ધ ડેબ્યુ કર્યુ હતુ

Deodhar Trophy 2023: આઇપીએલમાં કુતરાને કરડવાથી બહાર થયેલા અર્જુન તેંડુલકરને એક વાર ફરી મોટો લહાવો મળ્યો છે. અર્જુને આ વાતને ખૂબ જ એક વીડિયોમાં સ્વીકારી હતી કે, તેને કુતરુ કરડ્યુ હતું. 

અર્જુન તેંડુલકરને દેવધર ટ્રાફી 2023 માટે દક્ષિણ ક્ષેત્રની 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સચિન તેંડુલકરના દીકરો અર્જુન મયંક અગ્રવાલ હેઠળ નેતૃત્વમાં આ ટીમમાં રમશે. 

આમ તો અર્જુન ઘરેલુ ક્રિકેટમાં ગોવાની ટીમ તરફથી રમે છે, તેનુ સિલેક્શન 11 જુલાઇના રોજ થયુ હતું. આમ તો આ ટીમ સિલેક્શનમાં એક વસ્તુ હેરાન કરનારી છે. આઇપીએલ ફાઇનલમાં ગુજરાત તરફથી જોરદાર ઇનિંગ્સ રમનારા સાઇ સુદર્શન સ્ટેંડબાયમાં સામેલ છે. સાઇ સુદર્શનએ આઇપીએલ ફાઇનલમાં 47 બોલમાં 96 રનોની જોરદાર ઇનિંગ્સ રમી હતી. 

આઇપીએલ 2023ની 4 મેચમાં અર્જુનની 3 વિકેટ લીધી હતી. ત્યાં તેને અમુક 13 રન બનાવ્યા હતા. અર્જુને 7 ફર્સ્ટ ક્લાસ મેચમાં 12 વિકેટ લીધી, ત્યાં 223 રન બનાવ્યા છે. ત્યાં 7 લિસ્ટ એ મેચોમાં 8 વિકેટ લીધી છે. 

જુનિયર તેંડુલકરે 16 એપ્રિલ વાનખેડે સ્ટેડિયમમાં કેકઆર વિરુદ્ધ ડેબ્યુ કર્યુ હતુ. પહેલા મેચમાં તેણે બે ઓવરમાં 17 રન લીધા હતા. જો કે તેને કોઇ વિકેટ મળી ના હતી. 

અર્જુને બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચ રમી. આ મેચમાં તેણે ભુવનેશ્વર કુમારને આઉટ કરીને પોતાની પહેલી વિકેટ લીધી હતી. મેચમાં 2.5 ઓવર ફેંકી અને 18 રન આપીને 1 વિકેટ લીધી. 

દેવધર ટ્રોફી 2023 વિરુદ્ધ દક્ષિણ ક્ષેત્રની ટીમઃ
મયંક અગ્રવાલ(કેપ્ટન), રોહન કુન્નુમલ, એન જગદીશન(વિકેટ કીપર), રોહિત રાયડુ, કેબી અરુન કાર્તિક, દેવદત્ત પડિક્કલ, રિકી ભુઇ(વિકેટ કીપર), વાશિંગટન સુંદર, વી, કાવેરપ્પા, વી.વિશાક, કૌશિક વી, મોહિત રેડકર, સિજોમન જોસેફ, અર્જુન તેંડુલકર, સાઇ કિશોર

સ્ટેન્ડ બાય ખેલાડીઃ
સાઇ સુદર્શન, નિકિન જોસ, પ્રદોષ રંજન પોલ, નીતિશ કુમાર રેડ્ડી, કેએલ ભરત. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ