બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ariha shah case german court denies custody of 27 month old baby girl

ફટકો / 2021થી દીકરી માટે ઝઝૂમતી અમદાવાદની જનેતાને ઝટકો: જર્મની કસ્ટડીમાં જ રહેશે અરિહા શાહ, જાણો શું છે સમગ્ર મામલો

Malay

Last Updated: 09:06 AM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ariha shah case: જર્મની કોર્ટે અરિહા શાહની કસ્ટડી તેના ભારતીય માતા-પિતાને સોંપવાનો ઇનકાર કર્યો છે. જેથી અમદાવાદની અરિહા શાહ જર્મનીની કસ્ટડીમાં જ રહેશે.

  • અરિહા શાહની કસ્ટડી માતા-પિતાને સોંપવાનો કર્યો ઈનકાર
  • અમને PM મોદી અને વિદેશ મંત્રી પર પૂરો વિશ્વાસ છેઃ ધારા શાહ
  • અરિહાની માતા ધારા શાહેએ કોર્ટમાં કરી આ અપીલ 

સપ્ટેમ્બર 2021થી જર્મનીની યુથ વેલફેર ઓફિસની કસ્ટડીમાં રહેલી ગુજરાતની અરિહા શાહને લઈને જર્મનીની પેન્કો કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે 27 મહિનાની બાળકી અરિહા શાહની કસ્ટડી તેના ભારતીય માતા-પિતાને સોંપવાનો ઇનકાર કર્યો છે. એક રિપોર્ટ અનુસાર, કોર્ટે ગત શુક્રવારે આ મામલે સુનાવણી કરી હતી. જેમાં કોર્ટે એ સ્વીકારવાનો ઇનકાર કર્યો કે અરિહાને અજાણતા આ ઈજા હતી. કોર્ટના નિર્ણય બાદ અરિહાના માતા-પિતાએ કહ્યું છે કે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકર પર પૂરો વિશ્વાસ છે,  તેઓ અરિહાને ભારત પરત લાવશે. 

માતા ધારા શાહે કોર્ટમાં કરી આ અપીલ
કોર્ટે અરિહાની કસ્ટડી સોંપવાનો ઈન્કાર કર્યા બાદ અરિહાની માતા ધારા શાહેએ કોર્ટમાં અપીલ કરી કે તેમની દીકરીની કસ્ટડી ઈન્ડિયન વેલફેર સર્વિસને સોંપવામાં આવે. અરિહાની માતા ધારા શાહે કહ્યું કે, અરિહા તેના રીતિ-રિવાજોથી પણ દૂર જઈ રહી છે. અમે જૈન સમાજના છીએ, અમે મીટ નથી ખાતા, પરંતુ ફોસ્ટર કેરમાં તેને આ બધુ ખાવું પડી રહ્યું છે.  

શું છે સમગ્ર મામલો?
મૂળ અમદાવાદના ઘાટલોડિયાના રહેવાસી ધારા શાહ 2018માં જર્મની ગયા હતા. ત્યારે જર્મનીમાં તેમના સાસુથી અજાણતા બાળકી (અરિહા)ના પ્રાઈવેટ પાર્ટમાં ઈજા પહોંચી હતી. બાળકીને ઈજા પહોંચતા તેઓ બાળકીને હોસ્પિટલમાં લઈ ગયા હતા. પ્રાઈવેટ પાર્ટમાં ઈજા પહોંચતા બાળકીનો કબજો જર્મન ચાઈલ્ડ સર્વિસીસે લઈ લીધો હતો અને ધારા શાહ અને તેમના પરિવાર પર સેક્યુઅલ અબ્યુસનો ચાર્જ લગાવ્યો હતો. જોકે, પુરાવા આપ્યા બાદ સેક્યુઅલ અબ્યુસનો ચાર્જિસ હટાવવામાં આવ્યો હતો. 

માતા ધારા શાહે અનેક જગ્યાએ અનેક કરી છે રજૂઆત
પરંતુ હજી પણ બાળકીનો કબજો જર્મન ચાઈલ્ડ સર્વિસિસ દ્વારા રાખવામાં આવ્યો છે. આ અંગે તેમણે ભારત સરકારના સામાજિક કલ્યાણ મંત્રાલયને પણ રજૂઆત કરી છે.  બાળકીનો પાસપોર્ટ પણ હાલ જર્મન સરકારના કબજામાં છે, જેથી મહિલાને એ ચિંતા પણ સતાવી રહી છે કે જો કાયદાકીય લડાઈ લાંબી ચાલી તો બાળકી ભારતીય કલ્ચર સાથેનો સંપર્ક ગુમાવી બેસશે. બાળકીનો કબજો પરત મેળવવા માતા ધારા શાહે અનેક જગ્યાએ રજૂઆત કરી છે. તેમ છતાં બાળકીનો કબજો પરત મળ્યો નથી. કાયદાની ગૂંચવણ એટલી જટીલ છે કે સપ્ટેમ્બર 2021થી પોતાની માસૂમનો કબ્જો નથી મેળવી શક્યા. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ