બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Are there fights over small things at home If there is a hurdle in every work, the fault may be inside the house, fix it today

Vastu Tips / પરિવારમાં નાની વાતો પર ઝઘડા થાય છે? દરેક કામમાં અડચણ આવે છે તો ઘરની અંદર હોય શકે છે દોષ, આજે જ સુધારી લો

Megha

Last Updated: 03:27 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વખત તમે એવું પણ જોયું હશે કે તમારા કે તમારા આસપાસ રહેલ કોઈ વ્યક્તિના કામમાં હંમેશા કોઈને કોઈ અડચણ આવતી રહે છે અને એ અડચણ આવવાની પાછળનું મુખ્ય કારણ નકારાત્મકતા પણ હોય શકે છે.

  • કામમાં અડચણ આવતી રહે તો તેની પાછળનું કારણ નકારાત્મકતા હોય શકે 
  • ઘરમાં રહેતા સભ્યો વચ્ચે વાતે-વાતમાં મતભેદ થતાં હોય તો ચેતી જાઓ 
  • ખાસ ઘરની અંદર ભૂલથી પણ ન કરવું જોઇએ આ કામ 

ઘણી વખત નકારાત્મકતાને કારણે ઘરની શાંતિ અને ત્યાં રહેતા વ્યક્તિઓની સુખ-શાંતિ છીનવાઇ જતી હોય છે. આટલું જ નહીં ઘણી વખત પારિવારિક ઝઘડા પણ વ્યક્તિને શાંતિનેને ભંગ કરી નાખતા હોય છે. આ બધાની પાછળનું એક કારણ ઘરમાં આવેલ ગૃહ દોષ પણ હોય શકે છે. 

Such small mistakes at home Gives place to negative energy - Improve today.

ઘણી વખત તમે એવું પણ જોયું હશે કે તમારા કે તમારા આસપાસ રહેલ કોઈ વ્યક્તિના કામમાં હંમેશા કોઈને કોઈ અડચણ આવતી રહે છે અને એ અડચણ આવવાની પાછળનું મુખ્ય કારણ નકારાત્મકતા પણ હોય શકે છે. ઘણી વખત ઘરમાં થોડી વસ્તુઓનું ધ્યાન ન રાખવાને કારણે એ ઘરમાં રહેતી વ્યક્તિએ નકારત્મકતાનો સામનો કરવો પડતો હોય છે. આ સાથે જ એ વ્યક્તિની સુખ-શાંતિ છીનવાઇ જાય છે અને આર્થિક સ્થિતિ પણ નબળી પડવા લાગે છે. એટલા માટે ખાસ ઘરની અંદર ભૂલથી પણ ન કરો આ કામ અને આ વાતોનું રાખો ખાસ ધ્યાન. 

- ઘરમાં વારંવાર કોઇ બીમાર પડી રહ્યું હોય અથવા તો ઘરમાં રહેતા સભ્યો વચ્ચે વાતે-વાતમાં મતભેદ થતાં હોય તો આ વાત નકારાત્મક વધવા તરફ ઈશારો કરે છે. એવામાં તમારે સતર્ક રહેવાની જરૂર છે. 

- એવું માનવમાં આવે છે કે જો તમને તમારા જ ઘરમાં આખો દિવસ થાક અનુભવાય અથવા તો તમને નકારત્મકતાનો અહેસાસ થયા રાખે તો પણ તમારે સમજી જવું જોઈએ કે ઘરમાં ગૃહદોષ છે. એ દૂર કરવા માટે તમારે ખાસ ઘંટડી અથવા શંખનો ઉપયોગ કરવો જોઈએ. 

Tag | VTV Gujarati

- એવું કહેવાય છે કે જએ ઘરમાં ભગવાનનું નામ લેવામાં આવે અથવા તો ભગવાનની સામે દીવો પ્રગટાવી આરતી કરવામાં આવે એ ઘરમાં ક્યારેય નકારત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી. એ ઘરમાં પ્રભુનો વાસ થઈ ગયો હોય એવું માનવામાં આવે છે. 
 
- ઘરના કોઇ પણ ખૂણામાં અંધકાર ન હોવો જોઈએ. કોઇ પણ રૂમમાં એક નાની લાઇટ ચાલુ રાખવી જોઈએ. વધુ સમય કોઇ પણ ખૂણામાં અંધકાર રહે છે તો એ જગ્યા પર નકારાત્મકતા વિકસે છે. એટલા માટે ખાસ ધ્યાન રાખો કે ઘરના કોઇ ખૂણામાં અંધારું ન હોવું જોઈએ. 

વધુ વાંચો: નોકરીમાં મળશે પ્રમોશન, વધશે ધનની આવક...: આ રાશિના જાતકોને આજથી ડગલે-પગલે સાથ આપશે નસીબ

- જે ઘરમાં ગંદકીને સ્થાન હોય ત્યાં સૌથી વધુ નકારત્મકતાનો વાસ હોય છે. એટલા માટે ઘરની સાફસફાઇ રાખવી જોઈએ. ગંદકી સાથે સાથે અલક્ષ્મીનો વાસ પણ લેતી આવે છે એટલા ઘરમાં આર્થિક તંગીની શરૂઆત થાય છે.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ