બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Arbuda Sena President Vipul Choudhary statement on Patidar society angered

વિવાદ / વિપુલ ચૌધરીના નિવેદન બાદ પાટીદાર અગ્રણીઓ અકળાયા, શબ્દોને વખોડી કાઢતા કરી મોટી વાત

Dinesh

Last Updated: 09:41 PM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahesana news: જશુ પટેલે કહ્યું કે, પાટીદાર સંસ્થાઓમાં શિક્ષણ અને સંસ્કારો આપવાની પ્રવૃત્તિ ચાલે છે. કોઈપણ સંસ્થાઓમાં વ્યક્તિગત પ્રશ્ન હોઈ શકે પરંતુ સામાજિક સંસ્થાઓ માટે વાત કરવી યોગ્ય નથી

અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ અંગે કરેલા નિવેદનને 84 કડવા પાટીદાર સમાજના પ્રમુખ જશુ પટેલે વખોડી કાઢ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, પાટીદાર સમાજની 99 સંસ્થા સારી હોય અને એક ખરાબ હોય તો ખરાબ સંસ્થા વિશે બોલવું જોઈએ. 

વિપુલ ચૌધરીના નિવેદનને જશુ પટેલે વખોડ્યું
જશુ પટેલે કહ્યું કે, પાટીદાર સંસ્થાઓમાં શિક્ષણ અને સંસ્કારો આપવાની પ્રવૃત્તિ ચાલે છે. કોઈપણ સંસ્થાઓમાં વ્યક્તિગત પ્રશ્ન હોઈ શકે પરંતુ સામાજિક સંસ્થાઓ માટે વાત કરવી યોગ્ય નથી. ગણપત યુનિવર્સિટી અનિલભાઈ પટેલ અને કેશુભાઇ શેઠે ઉભી કરેલી સંસ્થા છે. ગણપત યુનિવર્સિટીમાં મોટા દાતાઓની અવગણના કરાય તે યોગ્ય નથી.

વાંચવા જેવું: સુરતના વકીલની બદસૂરત કરતૂત, છૂટાછેડા કરાવવા આવેલી મહિલાનો કર્યો રેપ, જણાવી 3 વખતની હકીકત

દિનેશ બામણીયાએ શું કહ્યું ?
દિનેશ બામણીયાએ કહ્યું કે, દરેક સમાજ સંસ્થાઓ ચલાવે છે. પરંતુ કંઈ પણ બાબત સામે આવે ત્યારે કથાકાર હોય કે, કોઈ અગ્રણીઓ હોય પાટીદાર સમાજ પર જ નિવેદન આપે છે. જેના બે અર્થ નિકળે છે. એક પાટીદાર સમાજની ઈર્ષા આવે છે અને બીજો પાટીદાર સમાજ સક્ષમ છે એટલે આ નિવેદનો સામે આવે છે. તેમણે કહ્યું કે, વિપુલભાઈનું જે નિવેદન છે નિંદનીય છે તેમજ વખોડવા લાયક છે. વધુમાં કહ્યું કે, વિપુલ ચૌધરીની એક વાતથી હું સમંત છું કે, જેઓ કહ્યું કે, ગરીબ લોકોને સંસ્થાનો લાભ ઓછો મળે છે.

વાંચવા જેવું: સુરતના વકીલની બદસૂરત કરતૂત, છૂટાછેડા કરાવવા આવેલી મહિલાનો કર્યો રેપ, પીડિતાએ જણાવી 3 વખતની હકીકત

શું છે સમગ્ર મામલો
મહેસાણા ખાતે પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં અર્બુદા સેનાની બેઠક મળી હતી. આ બેઠકમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ અંગે નિવેદન આપતા મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. વિપુલ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, કડવા અને લેઉઆ પાટીદાર સમાજ વેપારી થઈ ગયો હોવાનુ જણાવી પશુપાલન કરતા કોઈપણ પાટીદાર વ્યક્તિ પાટીદાર સંસ્થામાં રહ્યા નથી. 
    તેમણે કહ્યું હતું કે, પાટીદાર સંસ્થાઓમાં રૂપિયાનું મહત્વ છે અને સેવાનું મહત્વ ઘટી રહ્યું છે. અર્બુદા સેના હવે અર્બુદા સેવા સમિતિ તરીકે કામ કરીને આંજણા ચૌધરી સમાજના સવા લાખ સભ્યોની નોંધણી કરશે. આ ઉપરાંત તેમણે ભાજપને સમર્થન કરતા ઉમેર્યુ હતુ કે, પ્રજાનો મત ભૂતકાળ કરતા ભાજપ જોડે વધુ છે. તેથી અર્બુદા સેવા સમિતિ સરકારને પૂરે પૂરૂ સમર્થન આપશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ