બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Aranai Ashram School lost its cook, now students are forced to cook themselves, will they study like this?

દયનીય સ્થિતિ / આરણાઈ આશ્રમ શાળામાં રસોઇયા ખૂટી પડ્યાં, હવે વિદ્યાર્થીઓ જાતે રસોઈ કરવા મજબૂર બન્યા, શું આ રીતે ભણશે?

Vishal Khamar

Last Updated: 12:26 AM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કપરાડાના આરણાઈ ગામે આશ્રમ શાળામાં સ્ટાફનાં અભાવે બાળકો જાતે રસોઈ બનાવવા મજબૂર બન્યા છે. બાળકો જીવનાં જોખમે ચૂલા પાસે બેસી રસોઈ બનાવી રહ્યા છે. શિક્ષા માટે આવેલા બાળકો રસોઈ કરી રહ્યા છે.

  • આરણાઈ આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓ પરેશાન 
  • જીવના જોખમે બાળકો રસોઈ કરવા લાચાર 
  • ચૂલા પાસે બેસી બાળકો બનાવી રહ્યા છે રસોઈ 

છેવાડાના વિસ્તારમાં રહેતા આદિવાસીના બાળકને પણ સારું શિક્ષણ મળી રહે તે માટે અનેક જિલ્લામાં આશ્રમ શાળાઓ ચાલે છે. પરંતુ કપરાડાના આરણાઈ ગામે આવેલી આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓની દયનીય સ્થિતિ જોવા મળી. કારણ કે, અહીં આશ્રમ શાળામાં રસોઈયા ન હોવાથી છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને જાતે જ રસોઈ બનાવવી પડે છે. 

બાળકો જાતે રસોઈ બનાવવા મજબૂર 

જે સમય બાળકોને ભણવાનો અને રમતવાનો છે. તેવા સમયમાં અહીં તેમને પેટપુજા માટે જોખમી રીતે પણ રસોઈ બનાવવી પડે છે. તમે ખુદ પણ અહીં નાના બાળકોને રોટલી વણતા, ચૂલા પાસે દાળ, ભાત અને શાક બનાવતા જોઈ શકો છો. દાળ, અને શાકના આ મોટા તપેલા ચૂલા પરથી નીચે ઉતારતી વખતે જો બાળકોના હાથમાંથી છૂટી ગયો તો તેમની શું હાલત થાય તેનો અંદાજ પણ તમે લગાવી શકો છો.

શિક્ષા માટે આવેલા બાળકો કરી રહ્યા છે રસોઈ

સરકારે હાલ વર્ગ ચાર હેઠળ રસોઈ કરનારા લોકોની ભરતી બંધ કરી છે. અને નવો ઠવાર થશે ત્યારે નવા રસોયા આવશે. એટલે કે, અહીં જીવના જોખમે વિદ્યાર્થીઓ રોજ પોતાનું પેટ ભરવા માટે રસોઈ બનાવવા મજબૂર છે. ભણશે ગુજરાત. આગળ વધશે ગુજરાતની વાતો તો ખુબ થાય છે. પરંતુ આવી રીતે કેમ ગુજરાતનું ભાવિ ભણીને આગળ વધશે. આશા રાખીએ કે, આ અહેવાલ બાદ સરકાર અને શિક્ષણ વિભાગ આ દિશામાં વહેલી તકે કોઈ કાર્યવાહી કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ