બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Apart from gold prices, silver prices are falling

ગોલ્ડ-સિલ્વર રેટ / સતત ઘટી રહ્યા છે સોના-ચાંદીના ભાવ: શું દિવાળી સુધી આ રીતે જ થતો રહેશે ઘટાડો? જાણો શું છે લેટેસ્ટ રેટ્સ

Kishor

Last Updated: 04:34 PM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનાના ભાવ હાલ 56,000 નજીક પહોંચી ગયા છે આ ઉપરાંત ચાંદીના ભાવ પણ 70,000 રૂપિયાની નીચે સરકી રહ્યા છે.

  • ચાલુ સપ્તાહમાં સોના ચાંદી થયા સસ્તા
  • સોનાની કિંમતમાં 700 રૂપિયાનો નોંધાયો ઘટાડો
  • ચાંદી પણ 1500 રૂપિયા જેવું સસ્તું થયું

ચાલુ સપ્તાહમાં સોના ચાંદીની કિંમતમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. સોનાના ભાવ હાલ 56,000 નજીક પહોંચી ગયા છે આ ઉપરાંત ચાંદીના ભાવ પણ 70,000 રૂપિયાની નીચે સરકી રહ્યા છે. આ સપ્તાહના વેપાર દરમિયાન ચાંદીની કિંમતમાં 1500 રૂપિયાથી વધુ ઘટાડો નોંધાયો છે તો સોનાની કિંમત પણ 700 રૂપિયા ઘટી છે. આ ઘટાડો દિવાળીના તહેવારો સુધી અકબંધ રહે તેવી લોકો આશા સેવી રહ્યા છે.

સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો! જાણો 10 ગ્રામની કિંમત અને કેટલો થયો ઘટાડો  | A sharp drop in the price of gold and silver Know the price of 10 grams  and how much

ગત સપ્તાહે ચાંદીનો ભાવ 69857 રૂપિયા પર અટક્યો હતો

ગઈકાલે એટલે કે શુક્રવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો 10 ગ્રામ દીઠ ભાવ 56,898 રૂપિયા નોંધાયા હતા. જ્યારે ગત અઠવાડિયે સોનના ભાવ વધુ હતા અને જે તોલા દીઠ 57, 600 રૂપિયાએ કારોબાર થયો હતો. આમ આંકડા પર નજર કરીએ તો એક સપ્તાહમાં સોનાના ભાવમાં લગભગ 702 રૂપિયા ઘટી ગયા છે. બીજી તરફ ચાંદીના ભાવની વાત કરીએ તો આ અઠવાડિયે ચાંદીની કિંમત 68, 290 રૂપિયા કિલો દીઠ નોંધાઇ રહી છે. જ્યારે ગત સપ્તાહે ચાંદીનો ભાવ 69857 રૂપિયા પર અટક્યો હતો. આમ ચાંદીમાં પણ ચાલુ અઠવાડીએ કિલો દીઠ 1576 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

જલ્દી કરજો.! સોનું-ચાંદી ખરદીવા માંગતા હોય તેના માટે ખુશખબર, આજે પણ ઘટયા  ગોલ્ડના ભાવ, જુઓ લેટેસ્ટ રેટ / Good news gold silver gold prices today  business mcx

8955664433 પર મિસ્ડ કોલ કરીને પણ સોનાના રેટ જાણો

ગઈકાલે શુક્રવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 50 રૂપિયા વધ્યું હતું. જેમાં ભાવ 57, 400 રૂપિયા પ્રતિ તોલા દીઠ નોંધાયા હતા. તો આ સિવાય IBJAની વેબસાઈટ અનુસાર 24 કેરેટ સોનાની કિંમત 56 હજાર ઉપરાંત રહેવા પામી હતી. મહત્વનું છે કે શનિવાર અને રવિવાર ઉપરાંત IBJA દ્વારા રજાના દિવસોમા સોના ચાંદીની કિંમત જાહેર કરાતી નથી. આ સિવાય MCX અને IBJA દ્વારા સોના અને ચાંદીના દર દરરોજ જાહેર કરવામાં આવે છે. વધુમાં 8955664433 પર મિસ્ડ કોલ કરીને પણ સોનાના રેટ જાણી શકાય છે.

સોના-ચાંદીના ભાવમાં થયો વધારો, જાણો નવો ભાવ | Gold Prices Again Crosses 39k  Mark

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ