બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Another shocking revelation in the GST scam in the state

કૌભાંડ / ગુજરાતમાં GSTનો જબરો સ્કેમ! રિક્ષા ડ્રાઈવર અને કડિયાની થઈ ધરપકડ, ખુલાસો એકદમ ચોંકાવનારો

Malay

Last Updated: 05:37 PM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GST કૌભાંડમાં વધુ એક ચોકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓએ રિક્ષા ચાલક અને કડિયા કામ કરતા વ્યક્તિના નામે બોગસ પેઢી બનાવી કરચોરી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

 

  • રાજ્યમાં GST કૌભાંડમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો
  • રિક્ષા ચાલક અને કડિયા કામ કરતા શખ્સના નામે બનાવી હતી બોગસ પેઢી
  • અગાઉ GST કૌભાંડમાં 115 બોગસ કંપની બનાવવાનો થયો હતો ખુલાસો

રાજ્યમાં GST ચોરીનું દૂષણ વકરી રહ્યું છે. છાશવારે આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજ્યમાં GST કૌભાંડમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કૌભાંડીઓએ ભાવનગરના કડિયાકામ કરતા વ્યક્તિના નામે અને કોસાડના રિક્ષા ચાલકના નામે પણ બોગસ પેઢી બનાવી હતી. નવા ખુલાસા બાદ ઈકો સેલે કોસાડના રિક્ષા ચાલક અને કડિયાની ધરપકડ કરી છે. મહત્વનું છે કે, અગાઉ GST કૌભાંડમાં 115 બોગસ કંપની બનાવવાનો ખુલાસો થયો હતો. આ મામલે સુરતના 4 અને ભાવનગરના 1 વ્યક્તિ સહિત કુલ 6 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ હતી. 

અમદાવાદમાં પણ કરાઈ હતી કાર્યવાહી
ભાવનગરમાં GST બોગસ બીલિંગ મામલે મોટો ખુલાસો થયા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે GST ચોરી કરનારાઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે ખોટા દસ્તાવેજના આધારે ડમી પેઢીઓ ઉભી કરનારા પાંચ પેઢી માલિકો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કર્યો હતો. ક્રાઈમ બ્રાંચે નાઈન એસઆઈ ટ્રેડર્સના માલિક અરુણકુમાર (દિલ્હી), મે.બી.બી.ટ્રેડર્સના માલિક બાબુદાસ મગાતાદાસ, ચેમ્પીયન એન્ટર પ્રાઈઝના માલિક નારાયણ કુમાર સરવણકુમાર (ચેન્નઈ), મે.ગજાનંદ એન્ટરપ્રાઈઝના માલિક સંજય ચેનાજી ઠાકોર(નરોડા) અને મે.વિજય ટ્રેડર્સના માલિક વિજયસિંગ મંશારામ રાઠોડ (સરસપુર) વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી છે. આ તમામ ખોટા બિલો બતાવી GSTની ચોરી કરતા હતા. 

5 કંપનીઓનું માત્ર કાગળ પર અસ્તિત્વ
રાજ્યભરમાં જુદી-જુદી કંપનીઓમાં GSTના અધિકારીઓએ જઈ તપાસ કરતા 5 કંપનીઓનું માત્ર કાગળ પર અસ્તિત્વ સામે આવ્યું હતું. જોકે, અધિકારીઓ જ્યારે આ કંપનીઓના સરનામા પર પહોંચતા ત્યાં કંપનીનું કોઈ અસ્તિત્વ જ નહોતું. જેથી આ પેઢી - કંપનીના માલિકો બોગસ ડોક્યુમેન્ટના આધારે કંપની ઉભી કરીને GST નંબર લઈને ખોટા બિલો બનાવીને  GSTની ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું. 

પેઢી માલિકો સામે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો
જે બાદ GSTના અધિકારીઓએ ક્રાઈમ બ્રાંચના ડીસીપીને સમગ્ર માહિતી આપી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જીએસટી ચોરી કૌભાંડમાં ક્રાઈમ બ્રાંચે 5 નકલી પેઢી અને તેના માલિકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ