બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Another Jaish Al Adal commander killed in Iran's second air strike on Pakistan in a month
Last Updated: 09:50 AM, 24 February 2024
ઈરાનના સૈન્ય દળોએ ફરી પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ એરસ્ટ્રાઈક કરી છે. સરહદ પાર કરીને ઈરાની સૈન્ય દળોએ આતંકવાદી જૂથ જૈશ-અલ-અદલના કમાન્ડર ઈસ્માઈલ શાહ બક્ષ અને તેના કેટલાક સહયોગીઓને મારી નાખ્યા છે. એક ન્યૂઝ ચેનલે શનિવારે સવારે ઈરાનના સરકારી મીડિયાને ટાંકીને આ વાતની પુષ્ટિ કરી હતી. તમને જણાવી દઈએ કે એક મહિના પહેલા પણ ઈરાની સૈન્ય દળોએ પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા વિસ્તારોમાં આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા.
ADVERTISEMENT

ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ
ADVERTISEMENT
આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ગયા મહિને પણ 17 જાન્યુઆરીએ ઈરાને પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાનમાં પંજગુરમાં હવાઈ હુમલો કર્યો હતો. જે બાદ પાકિસ્તાને ઈરાનના સરહદી વિસ્તારમાં બલૂચ વિદ્રોહીઓના ઠેકાણા પર પણ હુમલો કર્યો હતો.

ADVERTISEMENT
વધુ વાંચો : 'હું મલાલા નથી, મારા દેશ ભારતમાં સુરક્ષિત છું' UKની સંસદમાં કશ્મીરી એક્ટિવિસ્ટ યાના મીરે પાકને સંભળાવી દીધું
શું છે જૈશ અલ-અદલ?
ADVERTISEMENT
એક ન્યૂઝના અહેવાલ મુજબ જે આતંકવાદી સંગઠનનો નેતા ઈરાની સુરક્ષા દળોએ હવાઈ હુમલામાં માર્યો હોવાનો દાવો કર્યો હતો, તે જૈશ અલ-અદલની સ્થાપના 2012માં થઈ હતી. ઈરાને જૂથને આતંકવાદી એન્ટિટી તરીકે માન્યતા આપી છે. તે એક સુન્ની ઉગ્રવાદી સંગઠન છે જે મુખ્યત્વે દક્ષિણપૂર્વીય પ્રાંત સિસ્તાન-બલુચિસ્તાનમાં સક્રિય છે. જૈશ અલ-અદલે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈરાની સુરક્ષા દળો પર અનેક હુમલા કર્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જૈશ અલ-અદલે સિસ્તાન-બલુચેસ્તાનમાં એક પોલીસ સ્ટેશન પર હુમલાની જવાબદારી સ્વીકારી હતી, જેમાં ઓછામાં ઓછા 11 પોલીસ કર્મચારીઓ માર્યા ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.