બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Another inflationary blow will hit people, CNG-PNG prices may rise

OMG / લોકો પર પડી શકે છે વધુ એક મોંઘવારીનો માર, CNG-PNG ના ભાવમાં થઈ શકે છે વધારો

Pravin Joshi

Last Updated: 09:32 PM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગેસની કિંમત નવા ફોર્મ્યુલા અનુસાર એડજસ્ટ કરવામાં આવી છે. આમાં સ્થાનિક કુદરતી ગેસના ભાવને કાચા તેલના ભારતીય બાસ્કેટના વર્તમાન ભાવ સાથે જોડવામાં આવ્યા છે.

  

  • સરકાર ઘરેલું કુદરતી ગેસના ભાવમાં કરી શકે છે વધારો
  • સરકારે ગેસના ભાવને લઈને જાહેરાત કરી 
  • ગેસ મંત્રાલયે શનિવારે એક સૂચના પણ બહાર પાડી

આગામી દિવસોમાં તમારે દેશમાં CNG અને PNG પર વધુ ખર્ચ કરવો પડી શકે છે. સરકારે 1 ઓક્ટોબર, 2023થી ઘરેલુ કુદરતી ગેસના ભાવને લઈને એક જાહેરાત કરી હતી. સરકારે ઓક્ટોબર મહિના માટે સ્થાનિક કુદરતી ગેસના ભાવ $8.60/mmBtu થી વધારીને $9.20/mmBtu કર્યા છે. આ કિંમત 31 ઓક્ટોબર 2023 સુધી માન્ય રહેશે. મળતી માહિતી મુજબ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે શનિવારે આ સંદર્ભમાં એક સૂચના પણ બહાર પાડી છે. સપ્ટેમ્બરમાં કિંમતો $7.85/mmBtu થી વધારીને $8.60/mmBtu કરવામાં આવી હતી. હવે ઓક્ટોબર માટે કિંમતો $8.60/mmBtu થી વધારીને $9.20/mmBtu કરવામાં આવી છે.

Tag | VTV Gujarati

નવી ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવ્યો

ગેસની કિંમત નવા ફોર્મ્યુલા અનુસાર એડજસ્ટ કરવામાં આવી છે. આમાં સ્થાનિક કુદરતી ગેસના ભાવને કાચા તેલના ભારતીય બાસ્કેટના વર્તમાન ભાવ સાથે જોડવામાં આવ્યા છે. અગાઉ તે ચાર મુખ્ય વૈશ્વિક ગેસ ટ્રેડિંગ કેન્દ્રોના ભાવ પર આધારિત હતું. સરકાર દ્વારા રચવામાં આવેલી નિષ્ણાત સમિતિની ભલામણો પર ઓક્ટોબર 2022 માં નવી કિંમત નિર્ધારણ પદ્ધતિ રજૂ કરવામાં આવી હતી. આ નવા ફોર્મ્યુલા હેઠળ ઘરેલુ કુદરતી ગેસના ભાવમાં દર મહિને ફેરફાર કરવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ