બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Another Covid-like pandemic could hit the world within 10 years

મોતની મહામારી / 'કોરોના જેવી બીજી મહામારી લેશે 6 લાખ લોકોનો ભોગ', ભવિષ્યવાણીથી ફેલાયો ડર, કેમ આવું થશે કારણ પણ અપાયું

Hiralal

Last Updated: 04:47 PM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનની એક હેલ્થ કંપનીનો દાવો છે કે આગામી 10 વર્ષમાં કોરોના જેવી વધુ એક મહામારી કહેર મચાવશે કારણ કે નવા નવા વાયરસ આવી રહ્યાં છે.

  • બ્રિટનની હેલ્થ કંપનીનો દાવો 
  • 10 વર્ષમાં ત્રાટકશે કોરોના જેવી મહામારી
  • 6 લાખ લોકોના થશે મોત 

બ્રિટનની એક કંપનીએ કોરોના મહામારીને લઈને કરેલા દાવાથી હડકંપ મચ્યો છે. બ્રિટનની હેલ્થ કંપનીનું કહેવું છે કે આગામી 10 વર્ષમાં દુનિયામાં કોરોના જેવી મહામારી ફરી આવી શકે છે અને તેમાં 6 લાખથી વધુના મોત થઈ શકે છે.

હેલ્થ કંપનીએ શું આપ્યું કારણ 
લંડન સ્થિત હેલ્થ એનાલિટિક્સ ફર્મ એરફિનિટી લિમિટેડનું કહેવું છે કે નવા નવા વાયરસ આવી રહ્યાં છે. જળવાયુ પરિવર્તન, આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં વધારો, વધતી જતી વસ્તી અને ઝૂનોટિક રોગોનો ખતરો આ રોગચાળાને કારણે નવા વાયરસ પેદા થઈ રહી છે.

સૌથી જીવલેણ બર્ડ ફ્લૂનો વાયરસ, 15,000 થી વધુ લોકોને મારી શકે
વાયરસમાં સૌથી જીવલેણ બર્ડ ફ્લૂ છે તે એક દિવસમાં 15,000 થી વધુ લોકોને મારી શકે છે. વિશ્વ અત્યારે કોવિડ -19 સાથે જીવી રહ્યું છે, ત્યારે આરોગ્ય નિષ્ણાતો આગામી સંભવિત વૈશ્વિક જોખમની તૈયારી તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

નવા નવા વાયરસને કારણે ફેલાશે મહામારી

બીજી મહામારી ફેલાવા પાછળનું કારણ પણ આપવામાં આવ્યું છે. છેલ્લા બે દાયકામાં ત્રણ મોટા કોરોનાવાયરસ જોવા મળી ચૂક્યા  છે. 2019માં પણ સ્વાઈન ફ્લૂનો રોગચાળો વકર્યો હતો. H2009N5 બર્ડ ફ્લૂ સ્ટ્રેઇનનો ઝડપથી ફેલાવો પહેલાથી જ ચિંતાનો વિષય છે. જ્યારે અત્યાર સુધીમાં બહુ ઓછા લોકોને ચેપ લાગ્યો છે અને તે મનુષ્યથી મનુષ્યમાં ફેલાવાના કોઈ ચિહ્નો દેખાતા નથી. પરંતુ તે પક્ષીઓમાં અસમાન રીતે ફેલાઈ રહ્યું છે અને સસ્તન પ્રાણીઓની વધતી જતી ઘૂસણખોરીને કારણે વૈજ્ઞાનિકો અને સરકારોમાં ચિંતા ઉભી થઈ છે.

5 વર્ષમાં વાયરસ ફાટી નીકળવાનું જોખમ 
કોવિડ -19 14.9%
ઓમિક્રોન 1.3%
H5N1 0.1%

વિશ્વ આરોગ્ય સંગઠન પણ આપી આગાહી કરી ચૂક્યું છે
ઉલ્લેખનીય છે કે વિશ્વ આરોગ્ય સંગઠન પણ અગાઉ એવી આગાહી કરી ચૂક્યું છે દુનિયમાં કોરોના કદી પણ જશે નહીં કારણ કે તે અથવા બીજા સ્વરુપે સામે આવી રહ્યો છે અને નવા ના વેરિયન્ટ સામે આવી રહ્યાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ