ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા 22 એપ્રિલે ખુલશે
આપણા દેશમાં ચારધામ યાત્રાનું એક અનેરૂ મહત્વ હોય છે ત્યારે ચાર ધામ યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. કે કેદારનાથ, બદ્રીનાથ, યયુનોત્રી-ગંગોત્રીના કપાટ હવે ટુંક જ સમયમાં ખોલી દેવામાં આવશે.ચારધામ યાત્રા 2023માં ચાર ધામોના દરવાજા ક્યારે ખુલશે તેની તારીખ જાહેર કરવામાં આવી છે. બદ્રીનાથ ધામના કપાટ 27 એપ્રિલે ખુલશે જ્યારે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા 22 એપ્રિલે ખુલશે. આ સાથે ચારધામ યાત્રા 2023નું શંખનું આયોજન કરવામાં આવ્યું છે.
भगवान #बदरी_विशाल के कपाट इस वर्ष 27 अप्रैल को प्रात: 07:10 बजे श्रद्धालुओं के लिए खोल दिए जाएंगे।
बसंत_पंचमी के अवसर पर नरेंद्रनगर में आयोजित समारोह में कपाट खुलने की तिथि घोषित हुई।
ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ શું કહ્યુ જાણો…
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, ચાર ધામ યાત્રા શરૂ થવામાં હવે માત્ર 100 દિવસ બાકી છે ત્યારે આવી સ્થિતિમાં અમે તેની તૈયારીઓ તે જ કરી દીધી છે. તેમણે વધુમાં કહ્યું કે ગત વર્ષની ચાર ધામ યાત્રા ઘણી ઐતિહાસિક હતી. આ યાત્રા બે વર્ષ બાદ ફરી શરૂ થઈ, આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. આ વખતે પણ અમે આ મુલાકાતની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમે દર્શનાર્થીઓને સરળ બનાવવા માટે કામ કરીશું. મુખ્યમંત્રી ધામીએ આશા વ્યક્ત કરી હતી કે આ વખતે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવશે અને આ યાત્રા પણ રેકોર્ડબ્રેક થશે.
ગત વર્ષે તુટી ગયા હતા તમામ રિકોર્ડ
ચારધામ યાત્રાના ગત વર્ષે તમામ રેકોર્ડ તુટી ગયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે ચાર ધામના દર્શન માટે 45 લાખથી વધુ ભક્તો પહોંચ્યા હતા, જ્યારે આ દરમિયાન ઘોડા-ખચ્ચરના માલિકોએ 100 કરોડ સુધીની કમાણી કરી હતી. ચારધામ યાત્રામાં આવેલા ભક્તોને કારણે ઘોડા અને ખચ્ચરના માલિકો, ટેક્સીના ધંધાર્થીઓ અને પાર્કિંગના માલિકો સહિત તમામ લોકોએ ઘણો નફો મેળવ્યો હતો.