બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Ancient historical Khodiyar Mataji temple on the bank of river Shingwada in Kodinar

દેવ દર્શન / અહીં ખોડિયાર માતાજીની આરતીમાં અચૂક આવે છે મગર...: ચાર હજાર વર્ષ જૂનું છે મંદિર

Vishal Khamar

Last Updated: 07:47 AM, 29 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોડીનારના સુગાળા ગામે બિરાજમાન મા ખોડિયાર માતાનું ચાર હજાર વર્ષથી વધુ પ્રાચીન અને ઐતિહાસિક મંદિર, શિગવડા નદીનાં કાંઠે વર્ષોથી બિરાજમાન છે. મા ખોડીયારની આરતી વખતે મગરની અચૂક હાજરી હોય છે. પરંતું આજ સુધી માઈ ભક્તને મગરે હાનિ પહોંચાડી નથી.

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સુગાળા ગામ પાસે શીંગવડા નદીને કાંઠે 4 હજાર વર્ષથી વધુ પ્રાચીન અને ઐતિહાસિક ખોડીયાર માતાજીનું મંદિર આવેલું છે. મંદિર નજીક ઘાઘડિયા નામનો નાનકડો ધોધ આવેલો છે. ઘાઘડિયા ખોડિયાર માં શ્રદ્ધા અને આસ્થાનુ કેન્દ્ર છે. શિંગવડા નદીમાં ઘણા મગરોનો વસવાટ છે. ખોડીયાર માતાજીની આરતી સમયે એક મગર અચૂક દર્શન આપે છે. નદીમાં રહેતા મગરો ક્યારેય કોઈ શ્રદ્ધાળુને હાનિ પહોંચાડતા નથી. ખોડિયાર જયંતિએ હજ્જારો ભાવિકો માતાજીના દર્શન માટે ઉમટી પડે છે. 

કરશનભારથી ગૌસ્વામી

માતાજીના મંદિરે સવારથી સાંજ સુધી ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહે છે
સુગાળા ગામ નજીકથી પસાર થતી શિંગવડા નદીનો સુંદર નયનરમ્ય કાંઠો. નદી કાંઠે વર્ષોથી ખોડિયાર માં બિરાજમાન છે. ખોડિયાર જયંતિએ હજારોની સંખ્યામાં માઈ ભક્તો માના આશીર્વાદ લેવા મંદિરે આવે છે. માતાજીના મંદિરે સવારથી સાંજ સુધી ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહે છે. ભાવિકો ખોડીયાર માં ના દર્શન કરી ધન્ય થાય છે. મંદિર પાસે નિરંતર ખળખળ વહેતો ઘાઘડિયાનો ઘૂનો નયનરમ્ય નજારો ઉદભવે છે. ઘૂનો ઘણી ઊંડાઈ ધરાવે છે. ઘૂનામાં ખોડીયાર માતાજીના વાહન અનેક મગરોનો વસવાટ છે.

4 હજાર વર્ષ પહેલાં જગતિયા ગામે કર્ણનો અવતાર ગણાતા શેઠ જગડુશા થઈ ગયા
માતાજીના મંદિરનો ઈતિહાસ જોઈએ તો લોક વાયકા મુજબ 4 હજાર વર્ષ પહેલાં જગતિયા ગામે કર્ણનો અવતાર ગણાતા શેઠ જગડુશા થઈ ગયા. તેઓએ અન્નક્ષેત્ર અને સદાવ્રત કાયમ માટે ચાલુ રાખ્યું હતું. એક દિવસ ભગવાનને શેઠ જગડુશાની કસોટી કરવાનું મન થયું. ભગવાન બાળ યોગી સ્વરૂપે કાળ બનીને શેઠ જગડુશા પાસે પોતે તૃપ્ત ન થાય ત્યાં સુધી ભોજનની માંગણી કરી. શેઠ જગડુશા વચને બંધાયા અને બાળ યોગી સ્વરૂપ ભગવાનને પોતાના ગોદામમાં છેલ્લો કણ હતો ત્યાં સુધી ભોજન કરાવ્યુ અને તૃપ્ત કર્યા. પરંતુ સાચી તૃપ્તિનો ઓડકાર તો ભોજન બાદ જળ પીધા પછી જ આવે..એટલે શેઠ જગડુશા બાળ યોગી સ્વરૂપ ભગવાનને ભોજન બાદ જળ પણ વિશાળ માત્રામાં જોઈશે તેમ સમજીને ઘાઘડિયા ઘૂના પાસે લઈ ગયા જ્યાં વિપુલ માત્રામાં જળ પીધા બાદ ભગવાન તૃપ્ત થયા અને શેઠ જગડુશા પર પ્રસન્ન થઈને આશીર્વાદ સાથે વરદાન આપ્યુ .તે જ  ઘાઘડિયા ખોડિયાર મા ની જગ્યા.

વૈશાલીબેન (દર્શનાર્થી)

ઘાઘડિયા ઘૂના વાળી ખોડિયાર માતાજીનું મંદિર અતિ પ્રાચીન

ગીરનાં કોડીનાર તાલુકાનાં સુગાળા ગામ નજીક આવેલાં ઘાઘડિયા ઘૂના વાળી ખોડિયાર માતાજીનું મંદિર અતિ પ્રાચીન છે. માતાજી સાક્ષાત સ્વરૂપે બિરાજમાન છે. શેઠ જગડુશાની પ્રાર્થના બાદ માતાજીએ પાતાળમાંથી અમૃતરૂપી અફાટ જળરાશી ભરી હતી જેનું જળપાન કરી ભગવાન તૃપ્ત થયા હતા. દૂરદૂરથી ખોડીયાર માતાજીના દર્શને ભાવિક ભક્તો આવે છે. માતાજી મા તેમની શ્રદ્ધા અતૂટ છે. એટલે જ પોતાના જીવનમાં રહેલા સુખશાંતિને તેઓ માતાજીના આશીર્વાદ માને છે.

અંકિતાબેન ગોંડલીયા (દર્શનાર્થી)

માઁ ખોડીયારનું સત હોવાનું માનવામાં આવે છે

સવાર સાંજ માતાજીની આરતી દરમ્યાન એક મગર અચૂક મંદિર નજીક આવે છે. અને આજ દિન સુધી કોઈ પણ માઈ ભક્તને મગરે હાનિ પહોંચાડી નથી. અને સાચી શ્રદ્ધા આસ્થા રાખતા ભાવિકોને મગરના દર્શન થાય છે. શેઠ જગડુશાએ આ સ્થળ પર કાળને ધરવ્યો હોવાની લોક વાયકા છે. માઁ ખોડીયારનું સત હોવાનું માનવામાં આવે છે. માતાજી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. ખોડિયાર માતાજી શ્રદ્ધાળુઓને ખોળાનો ખૂંદનાર આપે છે.

Caption

માતાજીને પ્રસાદમાં લાપસી,સાકર અને શ્રીફળ ધરવામાં આવે

કહેવાય છે કે જે સાચી શ્રદ્ધા ધરાવતા હોય તેવા ભાવિકોને જ દેવ કે દેવીના દર્શન થાય છે. પણ ઘણા એવા દર્શનાર્થી હોય છે જે મંદિરે ફક્ત સામાન્ય દર્શન કરવા આવ્યા હોય અને તેમને માતાજીનો સાક્ષાત્કાર થયો હોય. માતાજીને પ્રસાદમાં લાપસી,સાકર અને શ્રીફળ ધરવામાં આવે છે. સાથે શૃંગાર ધરી માનતા પૂર્ણ કરવામાં આવે છે. નિયમિત રીતે અનેક ભક્તો માં ખોડીયારના દર્શને આવે છે. અને ખોડિયાર જયંતિને દિવસે હજારો શ્રદ્ધાળુઓ માતાજીની કૃપા મેળવવા મંદિરે દર્શન કરવા પધારે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ