બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નકલી કચેરી, નકલી ડોક્ટર બાદ હવે મહિલા નકલી અધિકારી પકડાઈ, DySP તરીકે ઓળખ આપી
Last Updated: 08:45 AM, 5 March 2025
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટી નીકળ્યો છે. રાજ્યમાં અવારનવાર નકલી અધિકારીઓ, નકલી કચેરીઓ અને નકલી ડોક્ટર પકડાવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે હવે આ નકલીના કૌભાંડમાં વધુ એક નકલી અધિકારી સામે આવ્યો છે. આ વખતે નકલી મહિલા અધિકારી પકડાઈ છે. પોતાને DySP ગણાવતી આણંદના સોજીત્રાની નિશા વ્હોરાની પોલીસે પૂછપરછ હાથ ધરી છે.
ADVERTISEMENT

હવે તો DySP પણ નકલી!
ADVERTISEMENT
હવે તો પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારી પણ નકલી હોય એવી સ્થિતિ ઉભી થઈ છે. અમદાવાદ ક્રાઈમબ્રાંચમાં DySP તરીકે નિમણૂંક પામી હોવાનો દાવો કરનાર સોજીત્રાની નિશા વોહરાની પૂછપરછ કરવામાં આવી રહી છે. આણંદના સોજીત્રાની નિશા વ્હોરા પોતાને DySP તરીકે ઓળખાવતી હતી અને અમદાવાદ સાયબર ક્રાઈમમાં કાર્યરત હોવાનો તે દાવો કરતી હતી. બે વર્ષ પહેલા તેણે GPSCમાં પ્રથમ રેન્ક સાથે પરીક્ષા પાસ કરી હોવાની ખોટી પ્રસિદ્ધિ મેળવી હતી. એટલું જ નહીં, પણ સરદાર પટેલ યુનિવર્સિટીએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને અભિનંદન આપ્યા હતા.

ADVERTISEMENT
નિશા વહોરાનું સન્માન સોજીત્રાના ધારાસભ્ય અને મુખ્યમંત્રી પણ કરી ચુક્યા છે. જે-તે સમયે નિશા વ્હોરાએ GPSCની પરીક્ષા પાસ કરવા માટે સંઘર્ષની ખોટી કહાની પણ કહી હતી. તૈયારી માટે કોઈ ક્લાસિસ જોઈન કર્યા વગર જ આપબળે સફળતા મેળવી હોવાનો નિશાએ દાવો કર્યો હતો. જો કે, તપાસ કરતા જાણવા મળ્યું કે GPSCના રિઝલ્ટમાં ક્યાંય નિશાનું નામ જ નથી. નિશા વોહરા ક્યાંય નોકરી પણ નથી કરતી. તપાસ કરતા તમામ વાતો ઉપજાવી કાઢેલી નીકળી ત્યારે આણંદ પોલીસ હરકતમાં આવી ગઈ.

ADVERTISEMENT
આ પણ વાંચો: મોતની ડૂબકી! સ્વિમિંગ પુલના પાણીમાં શ્વાસ રોકી રાખવાની શરતમાં યુવકનું મોત
આણંદ LCBએ તપાસ હાથ ધરી
ADVERTISEMENT
ત્યારે નકલી DYSPનું ભૂત ધૂંણતા આણંદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. નિશા વહોરાની આણંદ LCBએ પૂછપરછ હાથ ધરી છે. મોડી રાત સુધી મહિલા અધિકારીની ટીમ દ્વારા પૂછપરછ કરાઈ. પોતાને DYSP કહેતી નિશા વહોરા સામે સવાલો ઉભા થયા છે. નિશા વોહરાએ પોતાનો ખોટો પ્રચાર-પ્રસાર શા માટે કર્યો તે મોટો સવાલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.