બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / anand mahindra new tweet shared best jugaad viral video of true car lover

વાયરલ / અઘરી નોટ! બનાવી દીધો એવો દરવાજો કે આનંદ મહિન્દ્રા પણ થઈ ગયા ઈમ્પ્રેસ, જોઈ લો VIDEO

Premal

Last Updated: 01:52 PM, 22 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વીડિયો આનંદ મહિન્દ્રાએ શુક્રવારે 19 ઓગષ્ટે ટ્વિટર પર શેર કર્યો. તેમણે કેપ્શનમાં ચાર ઓપ્શનની સાથે એક સવાલ પૂછ્યો જેનો જવાબ પબ્લિક પોતપોતાના અંદાજમાં આપી રહી છે. આ ક્લિપને અત્યાર સુધી 12 હજારથી વધુ વ્યુજ અને 800થી વધુ લાઈક્સ મળી છે.

  • બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર શેર કર્યો વીડિયો 
  • એક શખ્સ કારનો દરવાજો ખોલીને ઘરમાંથી નિકળે છે બહાર
  • વિશ્વાસ ના આવતો હોય તો જોઈ લો આ વીડિયો 

આનંદ મહિન્દ્રાએ નવી ક્લિપ શેર કરી

બિઝનેસમેન આનંદ મહિન્દ્રાનુ નવુ ટ્વિટ ઈન્ટરનેટ પર છવાયુ છે. ખરેખર આ વખત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેને એવી ક્લિપ શેર કરી છે, જેને જોઇને યુઝર્સ ચોંકી ગયા છે. કેટલાંક લોકો વિચારમાં પડી ગયા કે આખરે 76 વર્ષીય મહિન્દ્રાએ આ માણસને ક્યાથી શોધી કાઢ્યો. એટલું જ નહીં, આ જોરદાર પ્રયોગની ક્લિપની સાથે જાણીતા વેપારી આનંદ મહિન્દ્રાએ KBCવાળા સ્ટાઈલમાં એક સવાલ પણ પૂછ્યો છે, જેનો જવાબ આપવામાં લોકો એકત્રિત થયા છે. આવો વીડિયો તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય. 

આનંદ મહિન્દ્રાએ પૂછ્યા ગજબ પ્રશ્ન

યુઝર્સ આ ક્લિપને જોઇને સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. જ્યાં કેટલાંક યુઝર્સે પૂછ્યુ કે આ માણસે તો સખત પ્રયોગ કર્યો છે. તો અમુક યુઝર્સે કહ્યું કે અમે આવુ પહેલા ક્યારેય જોયુ નથી. મોટાભાગના યુઝર્સેે પોતાના જવાબમાં ચોથો ઓપ્શન જ પસંદ કર્યો છે. 

તો ભાઈ… તમારો જવાબ શું છે?

આ વ્યક્તિ છે- 
એક તગડો કાર પ્રેમી?
એક ઈન્ટ્રોવર્ટ, જે નથી ઈચ્છતો કે કોઈ તેના ઘરમાં ઘુસવાનો પ્રયાસ કરે?
કોઈ ઈનોવેટિવ છે, જેનુ સેન્સ ઑફ હ્યુમર ખૂબ અલગ છે?
ઉપરના બધા?

ક્યારેય નહીં જોયો હોય કારવાળો ગેટ 

વાયરલ વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક શખ્સે લોખંડના વિશાળ ગેટની સાથે જૂની ઑલ્ટો કારને એટલી શાનદાર રીતે જોડી છે કે પહેલી વખત જોતા એવુ લાગે છે કે કાર દરવાજાની સામે ઉભી છે. પરંતુ ભાઈ હકીકતમાં કાર દરવાજાનો ભાગ છે. એટલેકે આ શખ્સે કારના અડધા ભાગને ગેટ સાથે જોડીને દરવાજા તરીકે ઉપયોગ કર્યો છે. તે કારનો દરવાજો ખોલે છે. અને એકબાજુથી બીજીબાજુ જતો દેખાય છે. તમે પણ મૂંઝવણમાં પડી ગયા હશો. જોઈલો એક વખત આ વીડિયો.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ