બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / An easy way to care for teeth and gums

Oral Health Tips / દાંત અને પેઢાને રાખવા છે ચાંદી જેવા ચમકતા? આજથી જ અજમાવો આ ટીપ્સ! સડો રહેશે સો કદમ દુર

Kishor

Last Updated: 05:36 PM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાંત અને પેઢાને સડાથી બચવા ઉપરાંત કેટલીક બાબતો એવી હોય છે જેમાં તમે દાંત અને પેઢાની સંભાળ રાખી શકો છો.

  • ચહેરાની માફક દાંત અને પેઢાની પણ સુંદરતા વધારવામાં મહત્વની ભૂમિકા
  • મૌખિક સ્વસ્થમાં પણ એટલું જ ધ્યાન આપવું જોઈએ
  • આ વસ્તુનો કરવો જોઈએ ઉપયોગ

ચહેરાની માફક દાંત અને પેઢા પણ સુંદરતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. તેથી તેમને પણ સ્વચ્છ રાખવાની તકેદારી ખૂબ મહત્વપૂર્ણ હોય છે. સ્વચ્છ રહેવા માટે વ્યક્તિએ શારીરિક માનસિક સાથે મૌખિક સ્વસ્થમાં પણ એટલું જ ધ્યાન આપવું જોઈએ. દાંત માત્ર ખોરાક ચાવવામાં જ નહીં પરંતુ સુંદરતા વધારવામાં પણ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે.

દાંતનો સડો, પેઢામાં લોહી આવવું અને પીળા દાંતની સમસ્યા 1 સપ્તાહમાં દૂર કરી  દેશે આ આયુર્વેદિક પેસ્ટ | Home Remedies For Bleeding Gums With Ashwagandha  Powder Benefits


અમુક સંજોગોમાં દાંત અને પેઢામાં બેદરકારીને લઈ અને અમુક સમસ્યાઓ આવતી હોય છે પરંતુ તેનો સમયાંતરે ધ્યાન રાખવામાં ન આવે તો તે ગંભીર સમસ્યા પણ બની જતી હોય છે અને એક સમયે એવો આવે કે ખુલ્લેઆમ હસવામાં પણ શરમ લાગવા માંડે છે. દાંત અને પેઢાને સડાથી બચવા ઉપરાંત કેટલીક બાબતો એવી હોય છે જેમાં તમે દાંત અને પેઢાની સંભાળ રાખી શકો છો. તો આવો જાણીએ આ અંગે ટીપ્સ વિશે!

કોરોનાકાળમાં દાંત દુ:ખે છે તો અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર | home remedies for  teeth pain

યોગ્ય આહાર
દાંત અને પેઢાની સ્વચ્છતા માટે ખાસ આહાર જરૂરી છે. સંતુલિત આહાર લેવો જોઈએ. સંતુલીત આહારથી દાંતને ચોખ્ખા રાખવા માટે કેલ્શિયમ અને ફોસ્ફરસ મળે છે. આ માટે ડેરી ઉત્પાદનો, પાંદડાવાળા શાકભાજી અને બદામને આહારમાં સામેલ કરો. ઉચ્ચ ખાંડ અને એસિડિક ખોરાક લેવો ટાળવો જોઇએ.


મૌખિક સ્વચ્છતા
તમારા દાંત ચમકદાર હોય તો આ માટે તમારે ઓરલ હાઈજીનનું ખાસ ધ્યાન રાખવું પડશે. જો સ્વચ્છ અને મજબૂત પેઢા રાખવા હોય તો ઓછામાં ઓછા બે વાર દાંત સાફ કરવા જોઈએ. પરંતુ માત્ર સોફ્ટ બ્રિસ્ટલ ટૂથબ્રશનો ઉપયોગ કરો. 

ફ્લોરાઇડ ઉત્પાદનો
દાંત અને પેઢાં માટે ફ્લોરાઈડ વાળા ઉત્પાદનો પણ મહત્વનો ભાગ ભજવે છે. આ એક ખનિજ છે જે દાંતના દંતવલ્કને મજબૂત બનાવે છે. તે તેને નુકસાન થવાથી પણ બચાવે છે. તેથી, એવા ટૂથપેસ્ટ અને માઉથવોશને ઉપયોગમાં લેવા જોઈએ જેમાં ફ્લોરાઈડની હાજરી હોય!

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ