બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / An earthquake of Magnitude 4.4 strikes Rajasthan's Jaipur

BIG NEWS / 15 જ મિનિટમાં ત્રણ વખત ધણધણી ઉઠી જયપુરની ધરા: અડધી ઊંઘમાં લોકો જીવ બચાવવા દોડ્યા

Parth

Last Updated: 07:29 AM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વહેલી સવારમાં જ ધણધણી ઉઠી રાજસ્થાનના જયપુરની ધરા, 15 મિનિટમાં ત્રણ વખત આવ્યા આંચકા. સદનસીબે કોઈ જાનહાનિ નહીં

  • ભારતના બે રાજ્યોમાં ભૂકંપના ઝટકા 
  • રાજસ્થાનના જયપુરમાં 15 મિનિટમાં ત્રણ વાર ધ્રુજી ધરા 
  • મણિપુરમાં પણ આવ્યા આંચકા 

15 જ મિનિટમાં ત્રણ વખત આંચકા 
રાજસ્થાનના જયપુરમાં ભૂકંપના આંચકાઓના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પરોઢિયે 4 વાગીને 10 મિનિટે શહેરમાં પહેલો સૌથી મોટો આંચકો આવ્યો અને લોકો અડધી ઊંઘમાંથી ઉઠીને જીવ બચાવવા માટે ઘરોથી બહાર આવી ગયા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજિ અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી છે. આટલું જ નહીં જયપુરમાં 15 જ મિનિટના અંતરમાં બીજી બે વખત ધરા ધ્રુજી હતી. સવારના 4.23 મિનિટે તથા 4.25 વાગ્યે પણ આંચકા આવ્યા.  

લોકો અડધી ઊંઘમાંથી ભાગ્યા 
માત્ર 15 જ મિનિટમાં ભૂકંપના ત્રણ આંચકા આવવાના કારણે લોકો ઘણા લાંબા સમય સુધી ઘરોની બહાર જ ઊભા રહ્યા હતા. જોકે સદનસીબે પોલીસે આપેલા નિવેદન અનુસાર હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિની કોઈ જ સૂચના પ્રાપ્ત થઈ નથી. 

ભૂકંપ આવે તો શું કરવું?

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
  • સિસ્મોલોજી વિભાગની સાંત્વના
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ