Amreli News : અમરેલીમાં બુટલેગર અને પોલીસકર્મી વચ્ચે દારૂના હપ્તા મામલે ઓડિયો વાયરલ થઈ હતી, જે મામલે અમરેલી SPએ પોલીસકર્મી જયસુખ મકવાણાને સસ્પેન્ડ કર્યો છે
અમરેલીમાં બુટલેગર અને પોલીસકર્મીના ઓડિયો વાયરલ મામલે કાર્યવાહી
અમરેલી SPએ પોલીસકર્મી જયસુખ મકવાણાને સસ્પેન્ડ કર્યો
ભાજપ નેતા વિપુલ દુધાતે SPને ફરિયાદ કરી હતી
અમરેલીમાં બુટલેગર અને પોલીસકર્મી વચ્ચેનો ઓડિયો વાયરલ થયો હતો. જે મામલે કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલી SPએ પોલીસકર્મી જયસુખ મકવાણાને સસ્પેન્ડ કર્યો છે. ભાજપ નેતા વિપુલ દુધાતે SPને જે સમગ્ર મામલે ફરિયાદ કરી હતી. બુટલેગર અને પોલીસકર્મી વચ્ચે દારૂના હપ્તા અંગેની વાયરલ ઓડિયો વાતચીત થઈ હતી.
ઓડિયો ક્લિપ શું વાતચીત કરે છે ?
જે વાયરલ ઓડિયોમાં પોલીસ કર્મી કહે છે કે, પૈસા આપી જા, જ્યારે બુટલેગર કહે છે કે, મામા ગયા મહિનાના બે દિવસ ખમી જાઓ આપી દઉં અને આ મહિને તો મારૂ બંધ છે, મામા તમે મને થોડું ટેકો આપો તો સારૂ દવાખાનામાં અને એમાં હું ધોવાઈ ગયો છું, તમે કંઈક કરો તો સારૂ પેલા બધી જ જગ્યાએ દારૂ વેચી જાય છે, મારી એક કોથળી દારૂ નહી વેચાતો. વધુમાં બુટલેગર જણાવે છે કે, અત્યારે મારે 300 રૂપિયાનો પણ દારૂ નહી વેચાતો, મામા આવું હોય તો તમે એક દિ ધ્યાન રાખો. હવે વિચારો કે, મહિને નવ હજાર રૂપિયાનો દારૂ વેચાય એમાંથી ખાવુ કે, હપ્તો આપવો કે, શું કરવું. પોલીસ કર્મી જણાવે છે કે, તું 20 હજાર આપ કોઈને પગ નહી મુકવા દઉં ત્યારે બુટલેગર જણાવે છે કે, અહી દસ હજાર નહી થતાં ક્યાંથી વીસ હજાર આપું
વિપુલકુમાર દુધાતા SPને પત્ર લખ્યો
જે સમગ્ર મામલે અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલકુમાર દુધાતાએ જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો છે કે, પી એસ આઈ એસ આર ગોહિલની બદલી થઈ ત્યારથી લીલીયા તાલુકામાં ખુલ્લે આમ બુટલેગરો દારૂનું વેચાણ કરી રહ્યાં છે. જે સામાન્ય નાગરિકોને અસહ્ય માનસિક ત્રાસ છે અને ખુલ્લે આમ દારૂના વેચાણછી ત્રાહિમામ પકોરી ઉઠ્યા છે. તેમજ લીલીયા પોલીસ સ્ટેશનના કર્મચારી જયસુખ મકાવાણા દ્વારા ખુલ્લેઆમ દારૂના હપ્તા માંગણી કરતો એક ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જે ઓડિયો ક્લીપ સાંભળતા દારૂ વેચાણ કરનાર પાસેથી હપ્તો માગી રહ્યો છે. જે મામલે બદલી કરવા માંગ પણ કરી છે. વાયરલ ઓડિયોના સંદર્ભે SP દ્વારા પોલીસકર્મીને ફરજ મોકૂફ કરી જાફરાબાદ ખસેડ્યો છે.