બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / An attempt to forcefully put a sheet on the Trimbakesar Jyotirlinga

BIG NEWS / ત્ર્યંબકેશર જ્યોતિર્લિંગ પર જબરદસ્તી ચાદર ચઢાવવાનો પ્રયાસ, હિન્દુઓ ભડક્યાં, સરકારે SIT તપાસના આપ્યા આદેશ

Priyakant

Last Updated: 02:46 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nashik Trimbakeshwar Temple News: ત્ર્યંબકેશર જ્યોતિર્લિંગ મંદિરમાં પ્રવેશવાનો અને શિવલિંગ પર ચાદર ચઢાવવાના મુસ્લિમ સમુદાયના એક જૂથના પ્રયાસને સુરક્ષાકર્મીઓએ નિષ્ફળ બનાવ્યો

  • મહારાષ્ટ્રના નાસિકમાં ત્ર્યંબકેશ્વર મંદિરને લઈ એક મોટા સમાચાર 
  • મંદિરમાં પ્રવેશવાનો અને શિવલિંગ પર ચાદર ચઢાવવાના મુસ્લિમ જૂથનો પ્રયાસ
  • મુસ્લિમ સમુદાયના જૂથના આ પ્રયાસને સુરક્ષાકર્મીઓએ નિષ્ફળ બનાવ્યો
  • ઘટનાને લઈ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે SIT તપાસના આદેશ આપ્યા

મહારાષ્ટ્રના નાસિકમાં ત્ર્યંબકેશ્વર મંદિરને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, મંદિરમાં પ્રવેશવાનો અને શિવલિંગ પર ચાદર ચઢાવવાના મુસ્લિમ સમુદાયના એક જૂથના પ્રયાસને સુરક્ષાકર્મીઓએ નિષ્ફળ બનાવ્યો હતો. આ તરફ આ ઘટનાને ગંભીરતાથી લેતા ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે SIT તપાસના આદેશ આપ્યા છે. 

નાસિકમાં ત્ર્યંબકેશ્વર મંદિર મામલે આરોપ છે કે 10 થી 12 મુસ્લિમ યુવકોએ મંદિરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે સિક્યુરિટી ગાર્ડે અંદર જવાની ના પાડી તો તેઓ મંદિરના બીજા દરવાજાની દિવાલ પર ચઢીને મંદિરની અંદર ગયા. તેઓએ મંદિરની અંદર ઘૂસી લીલું કપડું અને ફૂલોની ચાદર નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે  સુરક્ષાકર્મીઓએ તેઓને અટકાવ્યા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે.

નાયબ મુખ્યમંત્રીએ આપ્યા કડક કાર્યવાહીના આદેશ  
આ કેસમાં ગૃહમંત્રી દેવેન્દ્ર ફડવીસે એફઆઈઆર નોંધીને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. આ સમગ્ર મામલાની તપાસ માટે SITની રચના કરીને IG સ્તરના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. આ તપાસ માટે સંત સમાજે દેવેન્દ્ર ફડણવીસનો આભાર વ્યક્ત કર્યો છે. દેવેન્દ્ર ફડણવીસના આદેશ બાદ નાશિક ગ્રામ્યના એસપી શાહજી ઉમા ત્ર્યંબકેશ્વર મંદિર જવા રવાના થઈ ગયા છે.

હિન્દુ સંગઠનોએ આ ઘટનાનો કર્યો ઉગ્ર વિરોધ  
આ તરફ નાસિકના હિંદુ સંગઠનોએ આ ઘટનાનો સખત વિરોધ કર્યો હતો અને ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. કાર્યવાહી કરતી વખતે પોલીસે અત્યાર સુધીમાં 4 થી 5 લોકોની ધરપકડ કરી છે. સૂત્રોનો દાવો છે કે, SIT માત્ર આ વર્ષની ઘટનાની જ નહીં પરંતુ ગયા વર્ષની ઘટનાની પણ તપાસ કરશે જેમાં ટોળું ત્ર્યંબકેશ્વર મંદિર પરિસરમાં મુખ્ય પ્રવેશદ્વારથી પ્રવેશ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ