બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Amreli State Monitoring Cell raided a village gambling den in Kant

દરોડા / અમરેલીના નાનકડા ગામે ચાલી રહ્યું હતું ક્લબ, પોલીસ ચોંકી, 47 લાખના મુદ્દામાલ સાથે 23 જુગારી ઝડપાયા

Vishnu

Last Updated: 10:55 PM, 12 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલી તાલુકા પોલીસ મથકના હદમાં મોટું જુગારધામ પકડતા પોલીસકર્મીઓ પર પણ લેવાયા એક્શન, અમરેલી SPએ બદલીના આપ્યા ઓર્ડર

  • અમરેલીના કાંટમાં ગામે SMCના દરોડા 
  • એક મકાનમાં ચાલી રહી હતી ક્લબ
  • 23 જુગારીઓ સાથે 47 લાખના મુદ્દા માલ કબ્જે કર્યો

ગુજરાતમાં દારૂ બંધી અને જુગાર રમવા પર સખ્ત પ્રતિબંધ હોવા છતા રેલમછેલ અને જુગારધામના અડ્ડા સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ધમધમી રહ્યા છે. ત્યારે અમરેલી સ્ટેટ મોનિટરિંગ સેલે કાંટમાં ગામે  રેડની કાર્યવાહી કરી હતી. જેમાં એક મકાનમાં ચાલી રહેલી ક્લબમાં 23 જુગારીઓ સાથે 47 લાખના મુદ્દા માલ કબ્જે કર્યો હતો.

જુગારધામ ચાલતું હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલે  તપાસ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં રેડ પોલીસ રેડ પાડતા અનેક જુગારીઓમાં નાસ ભાગ મચી ગઈ હતી.પણ મોટી સંખ્યામા કર્મીઑના કાફલા સાથે પાડેલા આ દરોડામાં જુગારીઓને પકડવામાં સફળતા મળી હતી. ઝડપાયેલ મુદ્દામાલમાં રોકડ સહિત મોટી સંખ્યામાં મોબાઈલ તેમજ જુગાર રમવાની ચિપ્સ પણ મળી આવી હતી.

સમગ્ર મામલે  અમરેલી SPએ સ્થાનિક પોલીસકર્મી પર પણ કાર્યવાહી કરી છે. PSI પી,વી સાંખટ અને ડીબી ચૌધરી બન્ને  મહિલા PSIને લિવ રિઝર્વ પર મૂકી દેવામાં આવ્યા છે જ્યારે  ધારી PSI ડી.સી.સાકરીયાને બદલી કરી દેવામાં આવી છે. PSI પી.બી.લક્કડ ને પેરોલ ફર્લો સ્ક્રોડ માંથી ધારી મૂકી દેવામાં આવ્યા છે. અમરેલી તાલુકા પોલીસ મથકના 3 પોલીસ કર્મીઓની હેડક્વાર્ટરમાં બદલી કરી નાખવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ