બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Amit Shah On Criminal Procedure Identification Bill 2022: 'Will Plug Loopholes In Old Law'

સંસદ / ગુનેગારોની દરેક ઓળખનો રેકોર્ડ રાખનાર ક્રિમિનલ પ્રોસિજર બીલ લોકસભામાં થયું પાસ

Hiralal

Last Updated: 08:51 PM, 4 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભામાં સોમવારે ક્રિમિનલ પ્રોસિજર ઓળખ બીલ 2022 પાસ કરી દેવાયું છે.

  • લોકસભામાં પાસ થયું ક્રિમિનલ પ્રોસિજર બીલ
  • પોલીસ માટે ઘણુ મહત્વનું છે બીલ
  • અમિત શાહે રજૂ કર્યું બીલ 

ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ક્રિમિનલ પ્રોસિજર ઓળખ બીલ 2022 રજૂ કર્યું હતું. વિપક્ષોના ઉગ્ર હોબાળાની વચ્ચે ધ્વનિમતથી આ બીલને પાસ કરી દેવાયું હતું. કારણ કે વિપક્ષો આ બીલની વિરૃદ્ધમાં છે, તેમની એવી માગ છે કે આ બીલને સંસદની સ્ટેન્ડિંગ કમિટીની પાસે મોકલવામાં આવે અને પછી રજૂ કરવામાં આવે, જોકે સરકારે તેમની આ માગ ઠુકરાવી દીધી હતી અને તેને ધ્વનમતથી પાસ કરાવી દીધું હતું.

નવી પેઢીના ગુનાઓને જુની રીતે ન અટકાવી શકાય

આ બીલ રજૂ કરતા અમિત શાહે કહ્યું કે નવી પેઢીના ગુનાઓને જુની રીતે ન અટકાવી શકાય,આપણે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને નવા યુગમાં લઈ જવી પડે છે. શાહે કહ્યું કે ક્રિમિનલ પ્રોસિજર ઓળખ બીલમાં એવી એક જોગવાઈ કરાઈ છે જે હેઠળ પોલીસ ગુનેગારો કરતા બે ડગલાં આગળ રહે છે. 

કરોડો નાગરિકોના માનવાધિકારની ઢાલ બની રહેશે

અમિત શાહે એવું પણ કહ્યું કે ક્રિમિનલ પ્રોસિજર ઓળખ બીલ કાયદાનું પાલન કરનાર કરોડો નાગરિકોના માનવાધિકારની ઢાલ બની રહેશે.લોકસભામાં આ બીલના પક્ષમાં બોલતા શાહે કહ્યું કે આ બીલ જુના કાયદામાં રહેલી ખામીઓને સુધારીને ગુનાી સાબિતી માટે જરુરી પુરાવાઓ પણ પૂરા પાડશે.  

આરોપી અને દોષીની માહિતી મળવી જરુરી-શાહ 

અમિત શાહે એવું પણ કહ્યું કે કથિત આરોપી અને દોષીની બાયોમેટ્રિક અને ફિઝિકલ માહિતી મેળવવામાં ઘણો ઊણો ઉતર્યો છે. તેથી આવી માહિતી એજન્સીઓ સરળતાથી મેળવી શકે તે માટેની કાયદામાં જોગવાઈ હોવી ઘણી જરુરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ