બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Amit Shah in action before elections Marathon meeting held Kamalam

ધમધમાટ / ચૂંટણી પૂર્વે ઍક્શનમાં અમિત શાહ: કમલમમાં બંધ બારણે યોજી મેરેથોન બેઠક, જાણો શું આપી સૂચના

Kishor

Last Updated: 05:55 PM, 27 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કમલમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બંધ બારણે ભાજપની મેરેથોન બેઠક યોજાઇ હતી. જેમાં કોંગ્રેસ અને AAPની સામે પ્રચાર પર વધુ ભાર મુકવા સહીત ચૂંટણીલક્ષી સૂચનો જારી કરવામાં આવ્યા હતા.

  • ગાંધીનગર કમલમમાં ગૃહમંત્રીની હાજરીમાં ભાજપની બેઠક
  • ગુજરાત વિધાનસભા ચૂંટણી બાબતની બેઠકમાં સમીક્ષા
  • કોંગ્રેસ અને AAPની સામે પ્રચાર પર ભાર મુકવા બનાવ્યો વ્યૂહ 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે.  ત્યારે આજે ગાંધીનગર કમલમ ખાતે ભાજપની હાઈવોલ્ટેજ બેઠક યોજાઇ હતી.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં બંધ બારણે યોજાયેલી બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ સમીક્ષા કરવામાં આવી હતી. વધુમાં  મેનીફેસ્ટોથી લઈ ચૂંટણીનાં દરેક મુદ્દાઓ પર ચર્ચા થ્ઇ શકે છે. એટલું જ નહિ બેઠક બાદ આગામી સમયમાં ભાજપના મહામંત્રીઓને જવાબદારીઑ સોંપાઇ તો નવાઇ નહિ!  સવા કલાકથી વધુ સમયથી બેઠક ચાલી હતી અને નિર્ધારિત કાર્યક્રમથી વધુ સમય અમિત શાહ કમલમ ખાતે રોકાયા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રીની કમલમમાં બંધ બારણે યોજાઇ મેરેથોન બેઠક

ભાજપની બેઠકમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામે અક્રમકતાથી લડવા અને કઇ રીતે લોકો સુધી પાહોચી શકાય તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં નેશનલ ગેમ્સના આયોજન અંગે અને આગામી સમયમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. ત્યારે રોડ શો, સભા સહીતના કાર્યક્રમો યોજવા જઇ રહ્યા છે, તે દરમિયાન પક્ષ તરફથી  પણ કાર્યક્રમો કરવા માટે આમિત શાહે કાર્યક્રરોને સૂચનો આપ્યા છે અને તેના આગોતરા આયોજન બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. ચૂંટણી બાબતે ચર્ચા કરી સરકારની સિદ્ધિઓ લોકો વચ્ચે પહોચાડવા વધુ આક્રમકતાથી જવાના સૂચનો જારી કર્યા હતા. જેને લઇને ભાજપ બૂથસ્તરે કાર્યક્રમો કરી લોકો સુધી યોજનાઓનો પ્રચાર કરશે. વધુમાં સરકાર અને સંગઠન વચ્ચે વધુ સંકલન કરવા પણ ટકોર કરવામાં આવી હતી. 

ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત 
જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના કેન્દ્રીય નેતાઓના ઉપરાઉપરી ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે અને રાજ્યના જૂદા જૂદા ક્ષેત્રના મતદારોને આકર્ષવા માટે કામગીરી કરવાની સાથે આ માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે ફરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમિત શાહે 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ