બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / America has changed the rules for foreign students

મોટા સમાચાર / અમેરિકાએ વિદેશી વિદ્યાર્થીઓ માટે બદલી નાંખ્યા નિયમ: સ્ટડી વિઝા માટે રાહ જોતાં લોકોને જાણો શું અસર થશે

Priyakant

Last Updated: 08:01 AM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

America Visa Latest News: નવા નિયમ બાદ હવે આ વિઝા ધારકો અસ્થાયી રોકાણના સમયગાળા પછી પણ તેમની ઇચ્છા મુજબ અમેરિકામાં રહી શકે છે

  • અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર
  • અમેરિકાએ વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમોમાં મોટા ફેરફારો કર્યા
  • F અને M શ્રેણીના વિઝા ધારકો માટે કરવામાં આવ્યા  ફેરફારો  

America Visa News : અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અમેરિકાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને વિઝા નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. વિગતો મુજબ આ ફેરફારો F અને M શ્રેણીના વિઝા ધારકો માટે કરવામાં આવ્યા છે. આ અંતર્ગત US સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) એ અમેરિકન શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ અને રોજગાર શ્રેણીમાં ઇમિગ્રન્ટ વિઝા માટે અરજી કરવાનું કહ્યું છે. 

આ નવી અપડેટેડ પોલિસી વિદ્યાર્થીઓના સ્ટેટસમાં ફેરફાર USમાં તેમના રોકાણનો સમયગાળો વધારવા અને F અને M કેટેગરીમાં વિદ્યાર્થીઓની સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેની અરજીઓ સાથે સંબંધિત છે. આ નવી માર્ગદર્શિકા 20 ડિસેમ્બરે જાહેર કરવામાં આવી હતી. ઉદાહરણ તરીકે આ નવી માર્ગદર્શિકામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, F અને M વિઝા ધારકો અસ્થાયી રોકાણના સમયગાળા પછી પણ તેમની ઇચ્છા મુજબ અમેરિકામાં રહી શકે છે. સ્નાતક વિદ્યાર્થીઓ હવે પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ્સમાં કામ કરવા માટે 36 મહિનાની વૈકલ્પિક વ્યવહારિક તાલીમ મેળવી શકે છે.

File Photo

આ ઉપરાંત આ માર્ગદર્શિકામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, F વિઝા ધરાવતા વિદ્યાર્થીઓ વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતમાં તેમની ડિગ્રીના આધારે વૈકલ્પિક પ્રેક્ટિકલ ટ્રેનિંગમાં વિસ્તરણ માટે અરજી કરી શકે છે. નોંધનીય છે કે, અમેરિકામાં અભ્યાસ કરતા લગભગ 10 લાખ વિદેશી વિદ્યાર્થીઓમાંથી 25 ટકાથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ છે.

F અને M વિઝા શું છે?
અમેરિકામાં M વિઝા વ્યાવસાયિક અભ્યાસ માટે આપવામાં આવે છે જ્યારે F વિઝા સામાન્ય અભ્યાસ માટે આપવામાં આવે છે. અમેરિકાની કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસના અભ્યાસક્રમના આધારે અરજદારોને F અથવા M વિઝા આપવામાં આવે છે. બંને પ્રકારના વિઝા હેઠળ વ્યક્તિને 60 મહિના સુધી અમેરિકામાં રહેવાની મંજૂરી આપી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ