બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / AMC sealed 232 units without BU permission in Ahmedabad

અમદાવાદ / BU પરમિશન વગરના એકમો સામે AMCની લાલઆંખ, કોમર્શિયલ એકમો સહિત આટલા યુનિટ એક ઝાંટકે કરી દીધા સીલ

Kiran

Last Updated: 11:19 AM, 18 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BU પરમિશન વગરના ચાલતા એકમો સામે AMCએ લાલઆંખ કરતા 9 સ્થળો પર કાર્યવાહી હાથ ધરી હતી જેમાં AMC દ્વારા 232 યુનિટ સીલ કરવામાં આવ્યા છે

  • BU પરમિશન વગરના એકમો સામે લાલઆંખ 
  • શહેરમાં 232 યુનિટ સીલ કરવામાં આવ્યા 
  • રહેણાંક સહિત કોમર્શિયલ યુનિટ કરાયા સીલ 

અમદાવાદમાં BU પરમિશન વગરના ચાલતા એકમો સામે AMCએ લાલઆંખ કરી છે. શહેરમાં વેદિકા રેસિડેન્સી, પંચધારા કોમ્પલેક્ષ સહિત 9 સ્થળો પર કોર્પોરેશન વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રહેણાંક સહિત કોમર્શિયલ એકમો સીલ કરવામાં આવ્યા હતા જે વિસ્તારમાં BU પરમિશન વગર જ બિલ્ડિંગ ઉપયોગ કરાતો તેની સામે કોર્પોરેશન વિભાગે કાર્યવાહી કરી હતી. આમ AMC દ્વારા 232 યુનિટ સીલ કરવામાં આવ્યા હતા. 



 

બે બિલ્ડીંગમાં 60 દુકાનો અને હીરાનુ કારખાનું સીલ 

સુરતમાં પણ ગઈ કાલે BU પરિમશન વગર ચાલતી 145 હોસ્પિટલ સીલ કરવામાં આવી હતી જ્યારે મોટા વરાછા અને અડાજણમાં 266 દુકાનો પણ સીલ કરાઈ હતી, મોટા વરાછામાં 170 અને અડાજણમાં 96 દુકાનો સીલ કરાઈ હતી. ત્યારે આજે પણ ડીંડોલીમાં સાઈ સૃષ્ટિ બિલ્ડીંગના ચાર માળ સીલ કરવામાં આવ્યા છે. અશ્વનિકુમાર રોડ ખાતે રેડ ટર્નિંગ બિલ્ડીંગ સહિત બે બિલ્ડીંગમાં 60 દુકાનો અને હીરાનુ કારખાનું પણ સીલ કરવામાં આવ્યું છે. મહત્વવું છે કે હાઈકોર્ટના આદેશ બાદ મનપા દોડતું થયું છે. 

આગામી દિવસોમાં પણ સીલિંગની કામગીરી યથાવત રહેશે

ઉલ્લેખનિય છે કે અગાઉ કોવિડ હોસ્પિટલોમાં આગની ઘટનાઓ સામે આવતાં હાઇકોર્ટમાં થયેલી રિટ પીટીશનને ધ્યાનમાં રાખી 29 નવેમ્બરે આવી મિલકતોને તાકીદે સીલ મારવા સૂચના અપાઇ હતી. 23 ડિસેમ્બરે કોર્ટમાં સંભવત કાર્યવાહી મુદ્દે સુનાવણી હાથ ધરાનાર છે ત્યારે મહાનગર પાલિકાઓએ BU પરમિશન મુદ્દે કવાયત હાથ ધરી છે.  જેને પગલે આગામી દિવસોમાં પણ સીલિંગની કાર્યવાહી ચાલુ રહેશે તેવું લાગી રહ્યું છે.  

દુકાનદારો અને સંચાલકોએ મનપાએ લગાવેલા સીલ તોડ્યા 

ગઈ કાલે મનપા દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી બાદ કેટલાક દુકાન માલિકો, સંચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. કેટલાકે તો મનપાની કાર્યવાહી બાદ દુકાનોના સીલ પણ તોડી નાખ્યા હતા. BU પરમિશન વિના ચાલતા અડાજણના સ્કારલેટ મોલ સીલ કરાતા મોલ સંચાલકોએ દરવાજા આગળ લગાવેલું સીલ તોડી નાખ્યું હતું.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ