બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / AMC alert to bring mosquito infestation under control: In the last 5 years, crores have been spent to fight against the epidemic.

અમદાવાદ / મચ્છરોનો ઉપદ્રવ કંટ્રોલમાં લાવવા AMC ઍલર્ટ: છેલ્લાં 5 વર્ષમાં કરોડો ખર્ચી રોગચાળા સામે આપી જોરદાર ફાઇટ

Vishal Khamar

Last Updated: 06:27 PM, 2 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મચ્છરજન્ય રોગચાળો ખાસ કરીને ચોમાસામાં ભારે ઉપદ્રવ મચાવીને લોકોને તોબા પોકારાવે છે. મળતી માહિતી મુજબ મ્યુનિ. તિજોરીમાંથી છેલ્લા વર્ષે મચ્છર નિયંત્રણ માટે રૂ. ૪.૮૭ કરોડ ખર્ચાયા હતા.

  • મચ્છરજન્ય રોગચાળ‍ાના દર સિઝનમાં ઓછા-વધતા કેસ નોંધાતા રહે છે
  • મચ્છરોના ઉપદ્રવ સામે લડતઃ એક વર્ષમાં ૪.૮૭ કરોડના ખર્ચે કામગીરી
  • છેલ્લાં પાંચ વર્ષમાં રૂ. ૧૭.૭૯ કરોડ જેટલી માતબર રકમ ખર્ચાઈ ચૂકી છે

આપણા શહેરમાં મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગચાળ‍ાના દર સિઝનમાં ઓછા-વધતા કેસ નોંધાતા રહે છે. આ મચ્છરજન્ય રોગચાળો ખાસ કરીને ચોમાસામાં ભારે ઉપદ્રવ મચાવીને લોકોને તોબા પોકારાવે છે. આ રોગચાળો હાલના ગ્લોબલ વોર્મિંગના કારણે લગભગ બારમાસી બન્યો હોઈ મ્યુનિસિપલ કોર્પોરેશને મચ્છર નિયંત્રણની કામગીરી પાછળ ભારે જહેમત ઉઠાવવી પડે છે. આ અંગે મ્યુનિસિપલ વિપક્ષના ઉપનેતા અને દરિયાપુરના કોર્પોરેટરને મળેલી એક સત્તાવાર માહિતી મુજબ મ્યુનિ. તિજોરીમાંથી છેલ્લા વર્ષે મચ્છર નિયંત્રણ માટે રૂ. ૪.૮૭ કરોડ ખર્ચાયા હતા. 

મેલેરિયા અને ડેન્ગ્યુનાં મચ્છર ઘર અને ઓફિસમાં જ મોટા પ્રમાણમાં જોવા મળે છે
તંત્ર દ્વારા મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગ સામે લડત આપવા ખાસ મેલેરિયા વિભાગ કાર્યરત કરાયો છે. આ મેલેરિયા વિભાગ દ્વારા મચ્છર તથા મચ્છરજન્ય રોગો સામે નિયંત્રણની કામગીરી કરવામાં આવે છે. સામાન્ય રીતે મેલેરિયા અને ડેન્ગ્યુનાં મચ્છર ઘર અને ઓફિસમાં જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. સિમેન્ટની ખુલ્લી ટાંકી, એરકૂલર, ફ્રીઝની બહારની ટ્રે, માટલું, ફૂલદાની, ખુલ્લાં ટાયરો, શીશીઓ, ડબા, પ્લાસ્ટિક બોટલ, પેપરકપ, ભંગાર, મનીપ્લાન્ટની ભરેલી બોટલ, ચબૂતરા, ઢોરના હવાડા કે ચણતર માટેની કુંડી વગેરે જગ્યાઓમાં મચ્છરો મોટા પ્રમાણમાં પેદા થાય છે. આ મચ્છરોના નાશ માટે તંત્ર દ્વારા સમયાંતરે વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવે છે.

મચ્છરનાશક કામગીરી હેઠળ શહેરમાં ફોગિંગ કરવામાં આવે છે તેમજ IRS એટલે કે ઇનડોર રેસિડ્યુઅલ સ્પ્રેની કામગીરી હાથ ધરાય છે. રેસિડેન્ટ વેલ્ફેર એસોસિયેશન એટલે કે RWA દ્વારા પણ ખાનગી કર્મચારીઓ રાખીને મચ્છરોનો નાશ કરવાની કામગીરી હાથ ધરાય છે. 

ડીડીટી દવાનો ખેતીલક્ષી ઉપયોગ કરવા માટે સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ ૧૯૭૨ની પહેલાં મેલેરિયાનાં મચ્છરોનો નાશ કરવા માટે ડીડીટી તેમજ ગેમેક્સિન પાઉડરનો ઉપયોગ કરવામાં આવતો હતો, જોકે ભારત સરકાર દ્વારા 
વર્ષ ૧૯૭૨થી ડીડીટી દવાનો ખેતીલક્ષી ઉપયોગ કરવા માટે સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો હોઈ તેને જાહેર આરોગ્ય માટે નુકસાનકારક પણ જણાવાયું છે.
અત્યારે ઇન્ટ્રા ડોમેસ્ટિક સર્વે માટે છંટકાવમાં લિક્વિડ દવા ઉપયોગમાં લેવાય છે, તેનું નામ લેમ્હડાસાયહેલોથ્રિન ૧૦ ટકા સીએસ છે. આ દવાની ખરીદી કર્યા બાદ સરકાર માન્ય લેબોરેટરીમાં તેની ગુણવત્તાનું પરીક્ષણ કરવામાં આવે છે અને યોગ્ય પરિણામ મળ્યા બાદ જ ફિલ્ડમાં તે દવા ઉપયોગમાં લેવાય છે. દવાની ગુણવત્તાની ચકાસણી કરવાની જવાબદારી મ્યુનિસિપલ મેલેરિયા વિભાગની છે. 
મ્યુનિસિપલ કોંગ્રેસના ઉપનેતા અને દરિયાપુરના કોર્પોરેટર નીરવ બક્ષીને આપેલા મેલેરિયા વિભાગને લગતા વિવિધ પ્રશ્નોના સત્તાવાર જવાબ મુજબ તંત્ર કહે છે કે, છેલ્લા વર્ષ ૨૦૨૧-૨૨માં શહેરમાં ફોગિંગની કામગીરી કરવા માટે રૂ. ૧,૭૪,૧૭,૦૩૪ અને IRS કામગીરી પાછળ રૂ. ૧,૫૭,૫૫,૦૨૬ અને RWA સંસ્થાઓ દ્વારા મેન પાવર રાખી કરાયેલી કામગીરી પાછળ રૂ. ૧,૫૫,૨૫,૧૨૬ મળીને કુલ રૂ. ૪,૮૬,૯૭,૬૪૭નો ખર્ચ કરાયો હતો.

વર્ષ ૨૦૧૭-૧૮થી લઈને વર્ષ ૨૦૨૧-૨૨ સુધીની માહિતી અપાઈ
મ્યુનિસિપલ મેલેરિયા વિભાગ દ્વારા નીરવ બક્ષીને વર્ષ ૨૦૧૭-૧૮થી લઈને વર્ષ ૨૦૨૧-૨૨ સુધીની માહિતી અપાઈ છે, જે મુજબ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ફોગિંગ, IRS તેમજ RWA સંસ્થાઓ દ્વારા મેન પાવર રાખીને કરાયેલી કામગીરી પાછળ છેલ્લાં પાંચ વર્ષ સુધીમાં રૂ. ૧૭.૭૯ કરોડ જેટલી માતબર રકમ ખર્ચાઈ ચૂકી છે.
આ અંગે વર્ષદીઠ કામગીરીનો ખર્ચ તપાસતા વર્ષ ૨૦૧૭-૧૮માં ફોગિંગ પાછળ એક પણ રૂપિયો ખર્ચાયો નહોતો, જ્યારે IRS માટે રૂ. ૧.૭૨ કરોડથી વધુ અને RWA સંસ્થાઓ પાછળ રૂ. ૧.૦૧ કરોડથી વધુ મળીને કુલ રૂ. ૨.૭૩ કરોડનો ખર્ચ કરાયો હતો.
વર્ષ ૨૦૧૮-૧૯માં ફોગિંગ પાછળ રૂ. ૨.૪૬ લાખ મળીને કુલ રૂ. ૩.૦૧ કરોડ અને વર્ષ ૨૦૧૯-૨૦માં ફરી ફોગિંગ પાછળ એક પણ રૂપિયો ન વપરાતા કુલ ખર્ચ રૂ. ૩.૦૨ કરોડનો થયો હતો. વર્ષ ૨૦૨૦-૨૧માં ફોગિંગ પાછળ રૂ. ૭૪.૯૨ લાખ મળીને કુલ રૂ. ૪.૧૬ કરોડ ખર્ચાયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ