બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ambika fire crackers : After IT, now SGST will jump into investigation
Priyakant
Last Updated: 10:46 AM, 21 November 2023
ADVERTISEMENT
Raid on Ambika Crackers : અમદાવાદમાં અંબિકા ક્રેકર્સમાં IT તપાસ મામલે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, દિવાળી બાદ હવે આયકર વિભાગ એક્શનમાં આવ્યું અને અમદાવાદમાં અંબિકા ક્રેકર્સને ત્યાં IT દરોડા પાડ્યા હતા. જે બાદમાં રોકડ અને જ્વેલરી જપ્ત કરવામાં આવ્યા બાદ હવે SGST પણ તપાસમાં ઝંપલાવશે. પ્રાથમિક વિગતો મુજબ હોલસેલરો પાસેથી ફટાકડાનું પેમેન્ટ એડવાન્સમાં લેવાતુ હતું. આ સાથે IT રિટર્નમાં સાચી આવક બતાવવામાં આવતી ન હોવાનું પણ ખૂલ્યું છે.
અમદાવાદમાં અંબિકા ક્રેકર્સને ત્યાં IT દરોડા પડ્યા છે. વિગતો મુજબ દરોડાની કાર્યવાહી હજુ પણ ચાલુ છે. વધુ રોકડ અને જ્વેલરી જપ્ત કરાઈ તો સામે કરોડો રૂપિયાનો બિનહિસાબી સ્ટોક મળ્યો હોવાનું પણ સામે આવ્યું છે. અત્યાર સુધીની કાર્યવાહીમાં 7 કરોડ રોકડા અને કરોડોના દાગીના મળી આવ્યા છે. આ તરફ હવે ITની ટીમને અમદાવાદ અને ગુજરાતના અન્ય વેપારીઓ સાથે અંબિકા ફટાકડાના માલિકે કરેલા વ્યવહારોની વિગતો પણ મળી છે.
ADVERTISEMENT
હવે SGST પણ તપાસમાં ઝંપલાવશે
અંબિકા ક્રેકર્સને ત્યાં IT દરોડા બાદ હવે SGST પણ તપાસમાં ઝંપલાવશે. તપાસમાં સેમિ હોલસેલર્સ અને રિટેલર્સના નામ પણ ખૂલ્યા છે. મહત્વનું છે ક, 4 દિવસ સુધી 10થી વધુ સ્થળોએ કાર્યવાહી કરાઈ છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 7 કરોડની રોકડ જપ્ત કરાઈ છે. નોંધનિય છે કે, અમદાવાદમાં ફટાકડાના મોટા વેપારી અંબિકા ફટાકડાની મોટી દુકાનો અને ગોડાઉન તથા તેના સંચાલકોના ઘરે દરોડા પાડીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક વિગતો મુજબ ઘણા બેંક લોકર અને એકાઉન્ટ પણ સીઝ કરાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.