બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ambalal's big forecast: No scorching heat, hail in mid-April

માવઠાનો માર / અંબાલાલની મોટી આગાહી: મધ્ય એપ્રિલમાં આકરો તાપ નહીં, કરા પડશે, કેરીના પાકને પણ થશે મોટું નુકસાન

Priyakant

Last Updated: 02:16 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એપ્રિલ મહિનામાં હિટવેવ, ગરમી અને વરસાદની આગાહી કરી

  • રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી
  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
  • 10થી 15 એપ્રિલ કરા સાથે થઈ શકે વરસાદ

રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એપ્રિલ મહિનામાં હિટવેવ, ગરમી અને વરસાદની આગાહી કરી છે. આ સાથે 10થી 15 એપ્રિલ દરમિયાન કરા સાથે વરસાદની આગાહી કરતાં ફરી એકવાર ખેડૂતોનાં જીવ તાળવે ચોંટી ગયા છે. 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે  સાબરકાંઠા, બનાસકાંઠા, વડોદરા, આણંદ,મહીસાગર અને પંચમહાલમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે અંબાલાલે કહ્યું કે, ઉત્તર સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં વરસાદ થઈ શકે છે. 

એપ્રિલ મહિનાને લઈ શું કરી આગાહી ? 
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આ સાથે એપ્રિલ મહિનામાં હિટવેવની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, એપ્રિલથી ગરમીમાં વધારો થશે. આ સાથે ઉમેર્યું હતું કે, 20 એપ્રિલ બાદ રાજ્યમાં 45 ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા છે. આ સાથે કહ્યું હતું કે, ઉનાળામાં વિષમ તાપમાન વર્તાશે. 10 થી 16 એપ્રિલે ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરી છે. આ સાથે કહ્યું કે, ભારે પવન સાથે વરસાદ અને ગરમીનો મિશ્ર અનુભવાશે. 

કેરીના સહિતનાં પાકને નુકશાનની ભીતિ
અંબાલાલ પટેલે કહ્યું હતું કે, એપ્રિલ અને મેં મહિનામાં હિટવેવ-ગરમી અને વરસાદ રહેશે.  આ સાથે ગરમીના કારણે ખેડૂતોને પિયત વ્યવસ્થા કરવાની નોબત આવી શકે તેવું ઉમેર્યું હતું. આ સાથે કેરી, વરિયાળી, કપાસ જેવા પકોને આવનાર દિવસોમાં નુકશાન થઈ શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે, કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે. આ સાથે બાગાયતી પાકોમાં કેરી પાકને મોટું નુકસાન થવાની શક્યતા. 

વિધિવત ચોમાસું ક્યારે બેસશે ? 
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું હતું કે, આ વર્ષે વિધિવત ચોમાસુ 17 જુનથી બેસશે. તેમણે કહ્યું કે, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ભારતમાં ચોમાસાની શરૂઆત થશે. અંબાલાલ પટેલે કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં ચોમાસુ પવન અને વંટોળ સાથે બેસવાની શક્યતા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ