બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ambalal Forecast: Entry of Meghraja again in Navratri: Rain may occur in this area

અંબાલાલની આગાહી / નવરાત્રીમાં ફરી મેઘરાજાની થશે એન્ટ્રી: આ વિસ્તારમાં વરસી શકે છે વરસાદ, જાણો ઠંડી ક્યારથી શરૂ થશે

Malay

Last Updated: 11:17 PM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meteorologist Ambalal Patel's forecast: ગુજરાતમાં વરસાદની આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં 17થી 19 ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે, 17 ઓક્ટોબરથી દરિયાકિનારાના ભાગોમાં થઈ શકે છે વરસાદ.

 

  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 
  • રાજ્યમાં આગામી 5 ઓક્ટોબર સુધી ગરમી પડશે
  • નવરાત્રી દરમિયાન થઈ શકે છે વરસાદ 

Meteorologist Ambalal Patel's forecast: દેશમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ હોય તેવા માહોલ વચ્ચે ગુજરાતના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમી અને વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહીથી ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે.

7 ઓક્ટોબરે આ રાજ્યોમાં વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી 5 ઓક્ટોબર સુધી દઝાડતી ગરમી પડશે. 7 ઓક્ટોબરના રોજ પશ્ચિમી વિક્ષેપને કારણે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણામાં વરસાદની આગાહી છે. જ્યારે મધ્ય પ્રદેશ, રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. મુંબઈથી ગોવા તરફની સિસ્ટમ દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદ લાવી શકે છે.

નવરાત્રી દરમિયાન પણ વરસાદની આગાહી
નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, નવરાત્રી દરમિયાન 17 ઓક્ટોબરથી દરિયાકિનારાના ભાગોમાં વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં 17થી 19 ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે. 

May be an image of 1 person, temple and text that says "VTV ગુજરાતી VTVGUJARATI.COM નવરાત્રી દરમિયાન અમુક સ્થળોએ પડશે વરસાદ: અબાલાલ અંબાલાલ પટેલની આગાહી: પાંચ ઓકટોબર સુઘી ગરમી પડશે, નવરાત્રી દરમિયાન 17 ઓકટોબરથી દરિયાકિનારાના વિસારોમાં વરસાદની આગાહી. ગુજરાતભરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે. સાંજના સમયે ઠંડીની શરેઆત થશે."

15 ઓક્ટોબરથી થશે ઠંડીની શરૂઆતઃ અંબાલાલ પટેલ
તેઓએ જણાવ્યું છે કે, દશેરા પહેલા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. દશેરા પહેલા ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ચિત્રા નક્ષત્રના કારણે 13-14 ઓક્ટોબરે વાદળછાયું આકાશ રહેવાની આગાહી છે. જ્યારે 15 ઓક્ટોબરથી હિમાલયમાં હિમવર્ષા થવાથી ગુજરાતમાં રાત્રીના સમયે ઠંડીની શરૂઆત થશે.

'બંગાળના ઉપસાગરમાં વધશે વાવાઝોડાની ગતિવિધિ' 
અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઓક્ટોબર મહિનામાં વાવાઝોડાની ગતિવિધિ બંગાળના ઉપસાગરમાં વધશે, બંગાળના ઉપસાગરમાં નવેમ્બર માસમાં મજબૂત સિસ્ટમ બનશે. 15 ઓક્ટોબરથી દેશના ઉત્તરીય પર્વતિય પ્રદેશોમાં હીમવર્ષા થવાથી સવાર સાંજ ઠંડા પવનો ફૂંકાશે. 

ગરમીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે. તો બીજી તરફ ચોમાસાની વિદાયની સાથે સાથે રાજ્યમાં એકાએક ગરમીનો પારો ઉંચકાયો છે. અંગ દઝાડતી ગરમીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમદાવાદમાં ઓક્ટોમ્બરના પ્રથમ દિવસથી જ ગરમીનો પારો 37 ડીગ્રી પહોંચી ગયો હતો. ત્યારે આગામી સમયમાં અમદાવાદનાં તાપમાનમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. 

તાપમાનમાં થશે વધારો: હવામાન વિભાગ
રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 2 ડિગ્રી વધીને 37 ડીગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી વધીને 25.5 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાંથી ચોમાસું આગામી થોડાક દિવસમાં વિદાય લઈ રહ્યું છે. પરંતુ દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી છે. ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં સામાન્ય કરતા 19 ટકા વધુ વરસાદ પડ્યો છે. તેમજ આગામી સપ્તાહમાં ચોમાસુ રાજ્યમાંથી વિદાય લઈ શકે છે. જેથી અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદની સંભાવનાં નહિવત છે. પરંતુ વરસાદની વિદાય થતા ઓક્ટોમ્બર મહિનામાં અમદાવાદનાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ