બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / always feel tired avoid these foods to your diet

lifestyle / શરીરમાં નથી જરા પણ એનર્જી! આખો દિવસ લાગ્યા કરે છે થાક, તો આજથી જ આ વસ્તુઓ ખાવાની કરી દો બંધ

Manisha Jogi

Last Updated: 12:29 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક લોકોને હંમેશા થાક લાગતો હોય છે, જેના કારણે આરોગ્ય પર ખૂબ જ ખરાબ અસર થાય છે. અનેકવાર કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી હંમેશા થાક લાગે છે. આ વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ.

  • અનેક લોકોને હંમેશા થાક લાગતો હોય છે
  • કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી હંમેશા થાક લાગે છે
  • આ વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ

અનેક લોકોને હંમેશા થાક લાગતો હોય છે, જેના કારણે આરોગ્ય પર ખૂબ જ ખરાબ અસર થાય છે. તે માટે થાક, તણાવ, મેડિકલ કંડિશન, લાઈફસ્ટાઈલ તથા અન્ય કારણ પણ હોઈ શકે છે. અનેકવાર કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી હંમેશા થાક લાગે છે. આ વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

આ વસ્તુઓનું સેવન ના કરવું
પ્રોસેસ્ડ અને ફાસ્ટ ફૂડ-

પ્રોસેસ્ડ અને ફાસ્ટ ફૂડમાં અનહેલ્ધી ફેટ, રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ અને એડેડ શુગર હોય છે. આ પ્રકારની વસ્તુઓનું સેવન કરવાથી શુગર લેવલ ઝડપથી વધવા લાગે છે અને ઓછું થઈ જાય છે. જેના કારણે એનર્જી ઓછી થઈ જાય છે અને થાક લાગ્યા કરે છે. 

હાઈ શુગર ફૂડ- 
હાઈ શુગર ફૂડનું સેવન કરવાથી શરીરમાં અસ્થાયીરૂપે એનર્જી લેવલ વધવા લાગે છે અને ઓછું પણ થઈ જાય છે. આ વસ્તુઓનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ ઝડપથી વધવા લાગે છે અને ઓછું પણ થઈ જાય છે. જેના કારણે ખૂબ જ થાક લાગે છે. 

હાઈ ફેટ ફૂડ- 
શરીર માટે પેટ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. હાઈ ફેટ ફેડ વસ્તુઓનું સેવન કરવાથી ઊંઘ આવ્યા કરે છે અને થાક લાગે છે. આ ફૂડ ઝડપથી પચતું નથી અને તેનું પાચન કરવામાં શરીરે ખૂબ જ મહેનત કરવી પડે છે. જેના કારણે ખૂબ જ થાક લાગ્યા કરે છે. 

રિફાઈન્ડ અનાજ-
રિફાઈન્ડ અનાજમાં સફેદ ચોખા, પાસ્તા, વ્હાઈટ બ્રેડમાં ફાઈબર અને એન્ટીઓક્સિડેન્ટ્સની ઓછી માત્રા હોય છે. જેનું સેવન કરવાથી શુગર લેવલ ઝડપથી વધે છે અને તેટલી ઝડપથી ઓછું પણ થઈ જાય છે. જેના કારણે શરીરમાં થાક વર્તાય છે. 

એનર્જી ડ્રિંક-
એનર્જી ડ્રિંકનું વધુ માત્રામાં સેવન કરવાથી શરીરને અસ્થાયીરૂપે એનર્જી મળે છે. વધુ સમય સુધી એનર્જી ડ્રિંકનું સેવન કરવાથી સ્લીપ પેટર્ન ડિસ્ટર્બ થાય છે. જેના કારણે શરીરને હંમેશા થાક લાગ્યા કરે છે. 

લો-આયર્ન ફૂડ- શરીરના તમામ અંગો સુધી ઓક્સિજન પહોંચાડવા માટે આયર્ન ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. શરીરમાં આયર્નની ઊણપ સર્જાવાથી એનીમિયા, થાક અને નબળાઈ લાગે છે. પ્રોસેસ્ડ મીટ, ફાસ્ટ ફૂડ, રિફાઈન્ડ અનાજમાં ખૂબ જ ઓછી માત્રામાં આયર્ન હોય છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ