બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Alpesh Thakor Leaving Radhanpur and contesting this seat opposition

ખેંચતાણ / અલ્પેશ ઠાકોર ફસાયા? રાધનપુર છોડી આ બેઠક પર દાવેદારી તો ભાજપના કાર્યકરોએ જ કર્યો વિરોધ

Kishor

Last Updated: 06:27 PM, 28 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાધનપૂર બેઠક પર પેટાચૂંટણીમાં હારેલા અલ્પેશ ઠાકોરે ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર દાવેદારી નોંધાવતા ભાજપના કાર્યકરોએ જ વિરોધ કર્યો હતો.

  • ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર અલ્પેશ ઠાકોરનો વિરોધ
  • દહેગામ બેઠક ઉપર રોહિતજી ઠાકોરનો વિરોધ
  • ભાજપના કાર્યકરોએ સ્થાનિકને ટિકિટ આપવા માંગ કરી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને  રાજ્યમાં રાજકીય ગતિવિધિઑ જોરશોરથી ચાલી રહી છે. તમામ રાજકીય પક્ષો સક્ષમ મુરતીયા માટે મહેનત અને મંથન કરી રહ્યા છે. તેવામાં ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી રાજનીતિ માટે નિરીક્ષકોની યાદી જાહેર કરી હવે સેન્સ પ્રક્રિયાનો ધમધમાટ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં ગાંધીનગર સેન્સ પ્રક્રિયા ચર્ચામાં આવી હતી. કારણ કે, રાધનપુર બેઠક છોડી ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર અલ્પેશ ઠાકોરે દાવેદારી છે. જેને લઇને વિરોધનો મધપુડો છંછેડાયો હતો. મહત્વનું છે કે અગાઉ રાધનપૂર બેઠક પર પેટા ચૂંટણીમા અલ્પેશ ઠાકોરની હાર થઈ હતી. 

ગાંધીનગર બન્ને સીટ પર રોહિતજી ઠાકોર અને અલ્પેશ ઠાકોરનો વિરોધ
ત્યારે હવે ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર અલ્પેશ ઠાકોરની દાવેદારીને પગલે ભાજપના કાર્યકરોએ જ તેમનો વિરોધ કર્યો હતો અને ભાજપના કાર્યકરોએ સ્થાનિકને ટિકિટ આપવા માટે માંગ  ઉઠાવી હતી. અલ્પેશ ઠાકોરના સમર્થકોએ ગાંધીનગર દક્ષિણથી ટિકિટ માંગી હતી. જ્યારે રોહિતજી ઠાકોરે દેહગામથી ટિકિટ માંગી હતી. આમ ગાંધીનગર બન્ને સીટ પર રોહિતજી ઠાકોર અને અલ્પેશ ઠાકોરનો વિરોધ થયો હતો. 
 
આયાતી ઉમેદવાર મુકાશે તો ભેગવવા તૈયાર રહેવાની ચીમકી
ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર ખેંચતાણ વધી હતી. અલ્પેશ ઠાકોર અને રોહિતજી ઠાકોરે ટિકિટ માંગતા ભાજપના કાર્યકરોમાં રોષ જોવા છવાયો હતો. કાર્યકરોએ આયાતી ઉમેદવાર ન મુકવા માંગ ઉઠાવી હતી. એટલુ જ નહિ આયાતી ઉમેદવાર આવશે તો સહકાર ન આપવાનું પણ રોકડુ પરખાવી દીધું હતું.આયાતી ઉમેદવાર મુકાશે તો ભેગવવા તૈયાર રહેવાની કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી હતી. 

ગાંધીનગર દક્ષિણ બેઠક માટે શંભુજી ઠાકોરે પણ કરી દાવેદારી
બીજી તરફ ગાંધીનગર દક્ષિણ બેઠક માટે ધારાસભ્ય શંભુજી ઠાકોરે પણ દાવેદારી કરી છે. આ દરમિયાન શંભુજી ઠાકોરે જણાવ્યું હતું કે, ભાજપ શિસ્તમાં માનનારો પક્ષ છે. આથી પક્ષ જે પણ ઉમેદવાર નક્કી કરશે તે જ ઉમેદવાર ચૂંટણીમાં ઝંપલાવશે. વધુમાં 45થી વધુ દાવેદારોએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી બાયોડેટા આપ્યાનો દાવો કરવામાં આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ