બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / આરોગ્ય / Almonds are expensive! So don't worry, cheap and quality products are available in the market, know its benefits

હેલ્થ ટિપ્સ / બદામ પડે છે મોંઘી! તો ચિંતા ન કરો, બજારમાં મળે છે સસ્તી અને ગુણકારી ચીજ, જાણો તેના ફાયદા

Megha

Last Updated: 03:30 PM, 4 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બદામ મોંધી પડે તો સસ્તુ અને ગુણકારી વસ્તુ છે આ....બદામ જેટલા જ ગુણ છે આ વસ્તુમાં જાણી લો.આવા થશે ફાયદા

  • સ્વસ્થ રહેવા માટે ડાયટમાં બદામને સામેલ કરવી શ્રેષ્ઠ 
  • મગફળી પણ અનેક પોષકતત્ત્વોથી ભરપૂર છે
  • રોજ પલાળેલી મગફળી ખાવાથી શું ફાયદા થાય છે તે જાણો

આપણે જાણીએ છીએ કે સ્વસ્થ રહેવા માટે ડાયટમાં બદામને સામેલ કરવી શ્રેષ્ઠ ગણાય છે, તેનાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થવાની સાથે અનેક બીમારીઓથી પણ બચી શકાય છે. મગજ અને હૃદય સારી રીતે કામ કરે છે. શરીરમાં સ્ફૂર્તિ અને ચુસ્તી આવે છે. બદામની જેમ જ મગફળી પણ અનેક પોષકતત્ત્વોથી ભરપૂર છે. તેનું સેવન પણ બદામની જેમ આખી રાત પાણીમાં પલાળીને કરવાથી શરીરને તમામ ઉચિત તત્ત્વો યોગ્ય માત્રામાં મળી શકે છે. લોહીની કમી પૂરી થવાની સાથે-સાથે કેન્સર જેવી ગંભીર બીમારીનો ખતરો પણ અનેકગણો ઘટી જાય છે. રોજ પલાળેલી મગફળી ખાવાથી શું ફાયદા થાય છે તે જાણો...

મગફળીમાંથી મળતાં પોષક તત્ત્વો
વિટામિન, કેલ્શિયમ, પોટેશિયમ, મેંગેનિઝ, કોપર, આયર્ન અને સેલેનિયમ જેવાં તત્ત્વો મળી આવે છે, તેના સેવનથી શરીરને બીમારી સામે લડવાની તાકાત મળે છે.

પાચનતંત્ર બનાવશે મજબૂત
ઔષધીય ગુણોથી ભરપૂર મગફળીને રોજ સવારે ખાલી પેટે ખાવાથી આરોગ્ય સારું રહે છે. પાચનતંત્ર મજબૂત બને છે અને પેટદર્દ, એસિડિટીમાંથી રાહત મળે છે. 

સાંધાનો દુખાવો દૂર કરશે
મગફળીમાં કેલ્શિયમ, આયર્ન વગેરે વધુ માત્રામાં હોવાના કારણે તેના સેવનથી માંસપેશીઓ અને હાડકાં મજબૂત બને છે. સાંધાના દુખાવામાં રાહત મળે છે.

કમરદર્દની પરેશાનીમાં પણ રાહત
જે લોકોને કમરદર્દની ફરિયાદ રહેતી હોય તેમણે પોતાના ડાયટમાં પલાળેલી મગફળી સામેલ કરવી જોઇએ. તેના સેવનથી કમરદર્દની પરેશાનીમાંથી ઝડપથી છુટકારો મળે છે. 

સ્મરણશક્તિ વધારવાનો રામબાણ ઈલાજ
રોજ સવારે પલાળેલી મગફળી ખાવાથી મગજની કોશિકાઓ બહેતર રીતે કામ કરે છે, તેનાથી સ્મરણશક્તિ તેજ થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ