બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Allegations were made against Bavlia the former general minister of Vinchia taluka BJP

રાજકોટ / કુંવરજી બાવળીયા વિરૂદ્ધ ભાજપના જ પૂર્વ મહામંત્રીએ ખોલ્યો મોરચો, લગાવ્યાં બ્લેકમેલિંગ જેવાં ગંભીર આક્ષેપ

Kishor

Last Updated: 05:50 PM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રીએ પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયા પર ગંભીર આક્ષેપ લગાવતા રાજકારણ ગરમાયુ છે.

  • જસદણમાં ગરમાયુ રાજકારણ
  • વિંછીયા તાલુકાના પૂર્વ મહામંત્રીનો આક્ષેપ
  • જુના કાર્યકરોને સાઇડલાઇન કરાયાનો આક્ષેપ
  • બાવળીયાએ કલેક્ટરને મોકલ્યો પત્ર : કેરાળીયા 

બે બળુકા જૂથોની ખેંચતાણને પગલે જસદણનું રાજકારણ હંમેશા ચર્ચાને રહેતું હોય છે. આવી સ્થિતિ વચ્ચે વધુ એક વખત રાજકોટના જસદણમાં રાજકરણ ગરમાયું છે. જેમાં વિંછીયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રીએ પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયા પર ગંભીર આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે.

રાજકોટના જસદણમાં રાજકારણ ગરમાયું
વીંછીયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રીએ કુંવરજી બાવળીયા પર આક્ષેપ કર્યા છે. સાથે જ પોતાના ઉમિયા શૈક્ષણિક સંકુલ નજીકની જગ્યામાં દબાણ કરી ખોટું રોજકામ કરાવવા માટે કુંવરજીભાઈ અધિકારીઓ ધમકાવતા હોવાની પણ રાવ ઉઠી છે. આંકડા સાથે આરોપ લાગ્યા છે. એટલું જ નહીં લાઈટ બીલ ભરતા નથી અને અધિકારીઓને દબાણ કરતા હોય તેવી પત્રમાં ફરિયાદી કરી છે. આમ ભાજપના જ બે નેતાઓ વચ્ચે ગજગ્રાહ સામે આવતા રાજકીય ગરમાવો જામ્યો છે.

વધુમાં ભાજપના પૂર્વ મહામંત્રી કેરાળીયા દાવો કરતા કાહ્યું કે પૂર્વ મંત્રી વિરુદ્ધ આરોપ સાથેના પુરાવા અમારી પાસે છે અને અમારી રાજકોટ, ગાંધીનગર સુધી આ મામલો લઈ જવાની તેયારી છે. તેઓએ એમ પણ કહ્યું કે અમારી સામે કોઈ આવી ફરિયાદ કે પુરાવા હોય તો ખુલીને બહાર આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ