બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / All mobiles in Gujarat will ring together at this time

ગાંધીનગર / ગભરાતા નહીં.! આગામી 16 ઓકેટોબરે ગુજરાતમાં તમામ મોબાઈલ આ સમયે એક સાથે રણકશે, કારણ છે ખાસ

Vishal Khamar

Last Updated: 11:48 PM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર દ્વારા વિવિધ કુદરતી આપત્તિઓ માટે મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટે લોકોને મોબાઈલમાં મેસેજ મોકલવામાં આવે છે. ભારત સરકારનાં ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા ભવિષ્યમાં કટોકટી સમયે જાનહાનિ અટકાવાનાં ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવી છે.

  • રાજ્યમાં 16 ઓક્ટોબરે થશે સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનું ટેસ્ટિંગ
  • મોબાઇલમાં કુદરતી આપત્તિથી બચવા-સાવચેતી અંગેના ટેસ્ટિંગ મેસેજ આવશે
  •  કોઈએ ગભરાવાની- ચિંતિત થવાની જરૂર નથી

સમગ્ર રાજ્યમાં તા.૧૬ ઓક્ટોબર ૨૦૨૩ સોમવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે 'Large Scale Testing of Cell Broadcast' થનાર છે. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમએ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી આપત્તિની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની સુવિધા છે. હવામાનની વિવિધ ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર,બચાવ કામગીરી જેવી સૂચનાઓ મોબાઈલ ઉપકરણો દ્વારા જાહેર જનતાને સલામતી માટે મોકલવામાં આવશે. આ અંગેના આપના મોબાઈલ ઉપર ટેસ્ટીંગ મેસેજ પ્રસારિત થશે. 

આ સેમ્પલ ટેસ્ટિંગ મેસેજ
ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવે છે. આ મેસેજ- સંદેશને અવગણવો કારણ કે તમારા તરફથી કોઈ પગલાં કે ચિંતા કરવાની જરૂર નથી. આ સંદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવી રહેલી સમગ્ર દેશની ઇમરજન્સી એલર્ટ સિસ્ટમના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે. કટોકટી દરમિયાન સમયસર ચેતવણી આપીને જાહેર સલામતી વધારવા તેમજ જાનહાનિ અટકાવવાના ઉદ્દેશ્ય સાથે ભવિષ્યમાં આ વ્યવસ્થા અમલી બનાવવામાં આવનાર છે તેના પરીક્ષણના ભાગરૂપે આ મેસેજ મોકલવામાં આવનાર છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

ડિઝાસ્ટર સંબંધી મેસેજ અલગ અલગ માધ્યમથી મોકલી શકાય
ઉલ્લેખનીય છે કે,નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી- NDMA દ્વારા SACHET પોર્ટલ વિકસાવવામાં  આવ્યું છે. આ પોર્ટલ થકી જાહેર જનતાને ડિઝાસ્ટર સંબંધી મેસેજ અલગ અલગ માધ્યમથી મોકલી શકાય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ