બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / All Godaus in Gujarat now equipped with CCTV Monitoring will be done at state and district level

ગુજરાત / અનાજનું કૌભાંડ આચરનારા સાવધાન: ગુજરાતના તમામ ગોડાઉનો હવે CCTVથી સજ્જ! સ્ટેટ અને જિલ્લા લેવલે થશે મોનિટરિંગ

Kishor

Last Updated: 05:14 PM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં દર વર્ષે સરકારી અનાજનું કૌભાંડ થતું હોય છે અને આ પ્રકરણ છશવારે ઉઘાડું પણ પડતું હોય છે. કૌભાંડીયો ગરીબોના હકનું અનાજ સગેવગે કરી બેફામ ગેરરીતિ કરતા હોય છે ત્યારે આ કૌભાંડને રોકવા માટે સરકાર એક્ટિવ મોડમાં આવી છે અને રાજ્યના તમામ ગોડાઉનમાં CCTV લગાવાવની કામગીરી હાથ ધરી છે.

  • રાજ્યમાં સસ્તા અનાજના કૌભાંડ રોકવા ગોડાઉનમાં CCTVની કામગીરી
  • રાજ્યના 248 ગોડાઉનમાં 6000 લગાવાયા કેમેરા 
  • જિલ્લાઓની DSO કચેરીઓમાં કેમેરેની સ્ક્રિન પણ લગાવાઈ

ગેરરીતિ ડામવા રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના તમામ 248 ગોડાઉનમાં આશરે 6000 કેમેરા લગાવી પણ દેવામાં આવ્યા છે. એટલું જ નહીં જિલ્લા લેવલે આ કેમેરના મોનિટરિંગ સ્ક્રિન પણ લગાવી દેવામાં આવી છે ત્યારે રાજ્ય લેવલે હેડ ઓફિસમાં સેન્ટ્રલ કમાન્ડ કંટ્રોલ રૂમ તૈયાર કરાઈ રહ્યો છે. જ્યાં રાજ્યના તમામ ગોડાઉનનું મોનિટરિંગ થશે.

તમામ જીલ્લા પુરવઠા અધિકારી પણ કરી શકશે મોનિટરિંગ

સરકારી ગોડાઉનમાંથી સગેવગે થતુ અનાજ અટકાવવા અને ગેરરીતિઓને નાથવા માટે અન્ન અને નાગરિક પુરવઠા નિગમ હવે આધુનિક સાધનોથી આ દુષણ સામે સજ્જ થશે. રાજ્યના પુરવઠા હસ્તકના તમામ ગોડાઉનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેનુ સીધુ મોનિટરીંગ ગાંધીનગર ખાતે બનનારા કમાંડ એંડ કંટ્રોલ સેંટરથી કરાશે.

રાજ્યમાં અનાજ કૌભાંડને રોકવા કામગીરી

સસ્તા અનાજમાં મોટાપાયે ભ્રષ્ટાચારની રાવ બાદ હવે અંદાજે 100 કરોડના ખર્ચે રાજ્યના તમામ પુરવઠા વિભાગના ગોડાઉન પર સીસીટીવી કેમેરા લગાવાનુ કામ પુર્ણ થવાના આરે છે. ગોડાઉનમાં લગાવેલા કેમેરાનુ સીધુ મોનિટરીંગ ગોડાઉન મેનેજર અને જીલ્લા પુરવઠા અધિકારીની કચેરીથી કરી શકાશે. સાથે જ ગાંધીનગર પુરવઠા નિગમની કચેરીમા પણ એક સેંટ્રલ કંટ્રોલ રૂમ તૈયાર કરાઈ રહ્યો છે. જેમા દેશની બીજી સૌથી મોટી સ્ક્રીન લગાવાની તૈયારી કરાઈ રહી છે. જેમાં ગોડાઉનમાં આવતા વાહનો અને તેના જથ્થા પર નજર રખાશે.વધુમાં પુરવઠા વિભાગના વાહનોને પણ GPSથી સજ્જ કરાશે. જ્યા ગોડાઉનની તમામ હિલચાલ પર નજર રાખવામાં આવશે. ગત વર્ષે અંદાજે 50 હજાર બોરીમાંથી અંદાજે 2500 મેટ્રિક ટન જેટલો જથ્થો સગેવગે થયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ