બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / વિશ્વ / all commercial flight are suspended at hamid karzai international airport in kabul

અરાજકતા / અફઘાનિસ્તાન નહીં જઈ શકે Air India ની ફ્લાઈટ્સ, એર સ્પેસ બંધ રહેવાના કારણે આપરેશન ઠપ

Dharmishtha

Last Updated: 01:20 PM, 16 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનના કાબૂલ સ્થિત આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા પર તમામ ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જેથી ઓપરેશન ઠપ થયા છે.

  • કાબૂલ સ્થિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ સસ્પેન્ડ
  • લોકો હવાઈ અડ્ડા પર ભીડ લગાવવાથી બચે
  • અમેરિકા કાબૂલ હવાઈ અડ્ડા પર 6 હજાર સૈનિકો તૈનાત કરશે

અફઘાનિસ્તાન દ્વારા એર સ્પેસ બંધ કરવાના નિર્ણય બાદ એર ઈન્ડિયાએ એ સ્પષ્ટ કરી દીધુ છે કે કાબૂલ માટે તેમનું ઓપરેશન ઠપ રહેશે. તેવામાં દિલ્હીથી કાબૂલ જનારી એર ઈન્ડિયા જનારી ફ્લાઈટ્સ જે પહેલા 8.30 વાગ્યાની જગ્યાએ 12.30 એ જવાની હતી તે હવે ઓપરેટ નહીં કરવામાં આવે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર એર ઈન્ડિયાએ કન્ફોર્મ કર્યું છે કે અફઘાનિસ્થાનનો હવાઈ માર્ગ બંધ હોવાના કારણે તે ફ્લાઈટ ઓપરેટ નહીં કરી શકે. સરકારી સૂત્રોના જણાવ્યાનુંસાર ભારત સરકારે એર ઈન્ડિયાને કહ્યું છે કે તે કાબૂલમાંથી ઈમરજન્સી રસ્ક્યૂ માટે 2 વિમાન સ્ટેન્ડબાય રાખે. એર ઈન્ડિયાએ કાબૂલથી દિલ્હી સુધી એક ઈમરજન્સી દળ તૈયાર કર્યું છે.

 કાબૂલ એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ સસ્પેન્ડ

અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલ સ્થિત હામિદ કરજઈ આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા પર તમામ ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. TOLO News અનુસાર એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લોકો હવાઈ અડ્ડા પર ભીડ લગાવવાથી બચે. બીજી તરફ સમાચાર છે કે દિલ્હીથી એર ઈન્ડિયાની કાબૂલ જનારી ફ્લાઈટ હવે રાતે 8.30 વાગ્યાની જગ્યાએ 12.30 વાગે જશે. આ સાથે સરકારી સૂત્રોનું કહેવું છે કે ભારત સરકારે એર ઈન્ડિયાને કહ્યું છે કે તે કાબૂલથી ઈમરજન્સી રેસ્ક્યૂ માટે 2 વિમાન સ્ટેન્ડબાયમાં રાખે. એર ઈન્ડિયાએ કાબૂલથી નવી દિલ્હી માટે ઈમરજન્સી સંચાલન માટે એક દળ તૈયાર કર્યું છે.

અમેરિકા કાબૂલ હવાઈ અડ્ડા પર 6 હજાર સૈનિકો તૈનાત કરશે

બીજી તરફ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા અને રાષ્ટ્રપતિ અશરફ ગનીના શાસનના જવાની વચ્ચે અમેરિકાએ કહ્યું કે પોતાના નાગરિકો, પોતાના મિત્રો અને સહયોગિઓના અફઘાનિસ્તાનથી સુરક્ષિત પાછા ફરવા માટે કાબૂલ હવાઈ અડ્ડા પર 6 હજાર સૈનિકો તૈનાત કરશે. વિદેશી મંત્રી એન્ટી બ્લિંકને મહત્વપૂર્ણ સહયોગી દેશોના પોતાના સમકક્ષો સાથે વાત કરી, જો કે આમાં ભારત સામેલ નહોતુ.

60થી વધારે દેશોનું સંયુક્ત નિવેદન જારી

અમેરિકા અને યુરોપીય સંઘના નેતૃત્વમાં 60થી વધારે દેશોએ સંયુક્ત નિવેદન જારી કર્યું છે. જેમાં અફઘાનિસ્તાનમાં શક્તિશાળી પદો પર સરળતાથી લોકોને વિનંતી કરવામાં આવી છે કે તે માનવીય જીવન અને સંપત્તિની રક્ષાની જવાબદારી અને જવાબદેહી લે અને સુરક્ષા તથા અસૈન્ય વ્યવસ્થાની ફરી સ્થાપિત કરવા તાત્કાલીક પગલા ભરે.

 48 કલાકમાં લગભગ 6000 સુરક્ષાકર્મીઓને તૈનાત કરાશે

તેમા કહેવામાં આવ્યું છે કે આવનારા 48 કલાકમાં લગભગ 6000 સુરક્ષાકર્મીઓને તૈનાત કરાશે. જે ત્યાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢશે તથા હવાઈ વ્યવસ્થાને પોતાના નિયંત્રણમાં લેશે. કાલે અને આવનારા દિવસોમાં અમે દેશમાંથી હજારો નાગરિકો, કાબૂલમાં અમેરિકન મિશન પર તૈનાત સ્થાનીય લોકો  અને તેમના પરિવારોને કાઢશે. ગત બે દિવસોમાં વિશેષ વિઝા ધારક લગભગ 2હજાર લોકો કાબૂલથી અમેરિકા પહોંચી ચૂક્યા છે.

 કર્મચારીઓને સુરક્ષિત કાઢવાનું કામ પુરુ થઈ ચૂક્યૂ છે- નેડ પ્રાઈસ

વિદેશ વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે બ્લિંકને અફઘાનિસ્તાનમાં સ્થિત તથા સુરક્ષા સંબંધી વિષય પર ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની અને નોર્વેમાં પોતાના સમકક્ષો સાથે વાત કરી, વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે અમેરિકન દૂતાવાસના કર્મચારીઓને સુરક્ષિત કાઢવાનું કામ પુરુ થઈ ચૂક્યૂ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ